ગરવી તાકાત મહેસાણા : વિસનગર: સાંકળચંદ યુનિવર્સિટીના નૂતન કોલેજ ઓફ નર્સિંગના બાળ આરોગ્ય નર્સિંગ વિભાગ દ્વારા બાળ આરોગ્ય નર્સિંગમાં ડિજિટલ હેલ્થ અને ટેલિમેડિસિન વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનાર ૨૫ ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 2:00 થી 3:00 કલાક દરમિયાન ગુગલ મીટ પર યોજાયો હતો. આ વેબિનારનો મુખ્ય હેતુ બાળકોની સંભાળમાં ડિજિટલ આરોગ્યના ઉકેલો અને ટેલિમેડિસિનની ભૂમિકા વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરવાનો હતો.

આ સત્રમાં, નિષ્ણાત વક્તા ડૉ.ચંદ્રેશ પટેલ દ્વારા એ સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ બાળકો માટે આરોગ્યસંભાળની પહોંચ સુધારવા, ક્રોનિક પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવા અને ખાસ કરીને દૂરના વિસ્તારોમાં વર્ચ્યુઅલ કન્સલ્ટેશન પ્રદાન કરવા માટે થઈ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ બધા માટે ખુબ જ અસરકારક રહ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિષેશ પ્રિન્સિપાલ ડૉ. શિવાસુબ્રમણ્યમ, વાઇસ પ્રિન્સિપાલ ડૉ. મહાલક્ષ્મી,

આસિસ્ટન્ટ પ્રો તસ્વીર , એમ.એસ.સી. નર્સિંગ ટ્યુટર ઉર્વી પટેલ, આસિસ્ટન્ટ પ્રો રમ્યા નેસમ અને તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમ જે બદલ સાંકળચંદ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, નૂતન કૉલેજ ઑફ નર્સિંગના પ્રિન્સિપાલ ડૉ. શિવાસુબ્રમણ્યમ, વાઈસ પ્રિન્સિપાલ ડૉ. મહાલક્ષ્મી, તેમજ તમામ ફેક્લટીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.


