— મહિલાઓએ આંદોલન માટે મિટિંગ કરી, માંગ નહી પૂરી થાય તો આગામી દિવસોમાં આંદોલન છેડાશે
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવાની છેલ્લા ૨૫ વર્ષથી માંગ છે પરંતુ તળાવમાં પાણી ના ભરાતા આજે ફરી એકવાર મોટા પ્રમાણમાં મહિલાઓએ આંદોલન માટે મિટિંગ કરી હતી. ૧૫ દિવસ અગાઉ પણ પાંચ હજાર જેટલા પશુ પાલકોએ અને ખેડૂતોએ મલાણા તળાવ ભરવા માટે રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ કોઈ નિકાલ ન આવતા હવે આગામી સમયમાં ૫ હજાર થી વધુ મહિલાઓએ પાણી માટે રસ્તા પર ઉતરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
પાલનપુર તાલુકાનું મલાણા તળાવ ભરવાની છેલ્લા ૨૫ વર્ષથી માંગ છે પરંતુ પશુપાલકોની આ માંગણી સંતોષાતી નથી પાલનપુર તાલુકાના મલાણા આજુબાજુના પચાસ ગામોને આ તળાવ સીધી અસર કરે છે જો આ તળાવમાં પાણી હોય તો તે પોતાના પશુપાલન પણ નિભાવી શકે અને તેમના પાણીનાં તળ પણ ઊંચા આવે ૧૫ દિવસ અગાઉ પાંચ હજાર જેટલા ખેડૂતોએ તળાવ ભરવા માટે રેલી યોજી હતી
પરંતુ સરકારે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન કરતા ફરી એકવાર આજે મલાણા પંથકના મહિલા આગેવાનો અને ખેડૂતોની આજે મીટીંગ મળી હતી અને આગામી સમયમાં ૫ હજાર જેટલી મહિલાઓ કલેક્ટર કચેરી તરફ કૂચ કરશે અને પાણી માટે આંદોલન કરશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સરકાર આ પશુપાલકોના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ થશે જે પ્રકારે પાણીની જરૂરિયાત છે અને પાણીની માંગણી છે પરંતુ આ માગણી ન સંતોષાતા આખરે હવે મહિલાઓએ રસ્તા પર ઉતરવું પડશે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર