પાટણ જીલ્લામાં કાયમી ડીઈઓની જગ્યા ભરવા સ્થાનિકોની માંગ

June 9, 2022

ગરવી તાકાત પાટણ :  પાટણ જીલ્લા  શિક્ષણાધિકારીની જગ્યા છેલ્લા એક વર્ષથી ખાલી પડી છે. આ જગ્યાએ ઈન્ચાર્જ અધિકારી ચાર્જ સંભાળી રહ્યા છે.પરિણામે જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ધીમેધીમે કથળી રહ્યું છે.જેની અસર તાજેતરમાં જાહેર થયેલા એસએસસીની પરીક્ષાના પરીણામો જોતા પાટણ જિલ્લનો કંગાળ દેખાવ જોવા મળ્યો હતો.

પાટણ જીલ્લા શિક્ષણાધિકારી તરીકે ૧ જુલાઈ  ૨૦૨૧થી ચાર્જ સંભાળનાર જયરામ જોષી સિધ્ધપુર પ્રાથમિક શિક્ષણ સમિતીના શાસન  અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમની પાસે એક વર્ષથી બે ચાર્જ હોવાથી જિલ્લા કચેરીમાં પુરતો સમય ફાળવી ના શકતા હોઈ અનેક સમસ્યાઓ સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

જિલ્લામાં અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પોતાની સીઆર બુક સહિતના સામાન્ય કામો માટે ધરમધક્કા ખાવાની ફરજ પડી રહી છે.જયારે જિલ્લાની શાળાઓમાં શૈક્ષણિક સ્તર સાવ ખાડે ગયું છે તેનો ઉત્તમ નમૂનો ધોરણ ૧૦ ના બોર્ડના પરિણામો પરથી દેખાઈ આવે છે. નોંધપાત્ર છે કે પાટણ શિક્ષણાધિકારી કચેરીમાં  હાલના ઈન્ચાર્જ શિક્ષણાધિકારી સમકક્ષ વર્ગ બે ના અન્ય ત્રણ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.

જેથી રાજયના શિક્ષણ વિભાગને આ જગ્યા પર કાયમી અધિકારીની અથવા  આ કચેરીમાં જ ફરજ બજાવતા અન્ય સમકક્ષ અધિકારીને ચાર્જ સોંપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેના કારણે ઈન્ચાર્જ અધિકારીને બે સ્થળે ફરજ બજાવવામાંથી મુક્તિ મળતાં વહિવટી ખર્ચામાં ઘટાડો થઈ શકે તેમજ જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરે તેવી સંભાવના જણાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0