કડી માં આવેલ જગત દર્શન સોસાયટીમાં બરફ ના શિવલિંગ ના દર્શન યોજાયા

August 16, 2022

— બાબા અમરનાથ શિવલિંગ 101 બરફની પાટ થી શિવલિંગ બનાવવામાં આવે છે :

ગરવી તાકાત મહેસાણા : કડી માં જુદા જુદા સ્થળોએ શ્રાવણ માસ ની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યા છે. અનેક મહાદેવના મંદીરોમાં ભગવાન ભોળાનાથ ને અલગ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવતો હોય છે.શ્રાવણ માસ ની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યા છે અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય તેવું ભગવાન શિવને પ્રાર્થના કરી રહ્યા છે.
કડી હાઇવે રોડ ઉપર આવેલ જગત દર્શન સોસાયટીના રહીશોએ શ્રાવણ મહિના માં ભાવિ ભકતો એ શંકર ભગવાન નું બરફનું શિવલીંગ અમરનાથ મહાદેવ ખાતે 101 બરફની પાટ માં બાબા અમરનાથ શિવલિંગ બનાવી 50 ફૂટ બરફ પરથી ભાવિ ભકતો ચાલીને ભોલેનાથ ના દર્શનાથે પહોંચ્યા હતા.
અને આ બરફની પાટ ના દાતાશ્રી પટેલ કિરીટભાઈ કાંતિભાઇ (શંકર પાર્વતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ) અને પટેલ જગદીશભાઈ બળદેવભાઈ નગરપાલીકા કોર્પોરેટર દિવસ દરમ્યાન ની પ્રસાદી આપવામાં આવી હતી.ઝાલા ભરતસિંહ કાળુસિંહ નાસ્તા ના દાતાશ્રી નો સહયોગ આપવા માં આવ્યો હતો.અને ભાવિ ભક્તોએ ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવી હતી.અને ભોળા ભોલેનાથ ને પ્રાથના કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0