ગરવી તાકાત પાટણ : સાણંદના નાનીદેવતીના દલિત શક્તિ કેન્દ્ર, નવસર્જન ટ્રસ્ટ અને દેશના જુદા જુદા સંગઠનો દ્વારા આભડછેટ મુક્ત
ભારત અભિયાન 2047 હેઠળ દલિત સમુદાય દ્વારા આપેલ પિત્તળના વાસણોમાંથી 1111કિલો નો સમાનતાના સિક્કો ( ભીમ રુદન ) દેશની નવી સંસદભવનમાં અર્પણ કરવા માટે બનાવવામાં આવેલ છે.
આ સિક્કો હાલ દલિત શક્તિ કેન્દ્ર, નાનીદેવતીમાં રાખવામાં આવેલ છે. આ અભિયાનના નેજા હેઠળ તા. ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ નાની દેવતી થી દિલ્હી 1100 કિમી સુધીની પાંચસો લોકોની ભવ્ય યાત્રા તારીખ 8/8/22 નાં રોજ દિલ્હી પહોંચીને 1111 કિલોનો સમનતાનો સિક્કો નવી સંસદભવનમાં મુકવા માટે ભેટ અર્પણ કરવામાં આવનાર છે.
જેને
લઈને આજે ગાંધીનગર ખાતે આભડછેટ મુક્ત ભારત અભિયાનના પ્રણેતા માર્ટીનભાઈ મેકવાન,દસાડા પાટડીના ધારાસભ્ય નૌષાદભાઈ સોલંકી, નરેન્દ્રભાઇ પરમાર પાટણ, કિરીટ રાઠોડ વિરમગામ, કાંતિલાલ પરમાર અમરેલી, રમીલાબેન અમદાવાદ, ભરતભાઇ મહેસાણા, શાંતાબેન કડી, વિનુભાઈ માતર, બળદેવભાઈ લખતર, પરેશભાઈ બોરસદ સહિત દલિત પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈને
ડૉ બાબા સાહેબ આંબેડકર અને તથાગત ગૌત્તમ બુદ્ધની છબી વાળો 3.2 કિલોગ્રામ સિક્કો જેમાં આભડછેટ મુક્ત ભારતની માંગ કરવામાં આવી છે. આ સમાનતાનો સિક્કો (ભીમ રૂદન) મુખ્યમંત્રીને ભુપેન્દ્રભાઈ પટેલ ને અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આભડછેટ મુક્ત ભારત અભિયાન 2047 સફળ નીવડે તેવી હાર્દિ
ક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Bhupendra Patel Naushad Solanki આ યાત્રા પાટણ જિલ્લામાં તારીખ 2/8/22 નાં રોજ ઊંઝા ના સુણોક ગામે થી પાટણ જિલ્લાના કમલીવાડા ગામે સભા સન્માન અને બપોર નું ભોજન લીધા બાદ પાટણ ઊંઝા ત્રણ રસ્તા થી બપોરે 2 વાગે પસાર થશે, ત્યાંથી જંગરાલ અને ભાટસણ ગામે સન્માન કાર્યક્રમ થશે ત્યાર બાદ ડીસા ના શમશેરપૂરા ગામે રાત્રિ રોકાણ કરશે આમ ધાનેરા,થી રાજસ્થાન, હરિયાણા થઈ
તારીખ 7/8/22 ની સાંજે દિલ્લી પહોંચશે આ યાત્રા માં 6 લકઝરી એક રૂપિયા નાં સિક્કા ભરેલી 2 ટ્રક,1111 કિલો ના સિકકા ની 1 ટ્રક અને ડૉ બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ની 1 ટ્રક નાના મોટા 5 વાહનો સાથે આ યાત્રા નીકળશે નરેન્દ્રભાઈ એમ પરમાર સામાજિક કાર્યકર પાટણ
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ


