પાણી વગર સુકાતો પાક, રવી સીઝનનુ વાવેતર અટકી પડતા કાંકરેજમાં ખેડુતોના ધરણા – કેનાલમાંથી પાણી છોડવાની માંગ

November 1, 2021
Sujlam Sufalam

બનાસકાંઠાના કાંકરેજમાં ખેડુતોને હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ખેડુતો ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. એક તરફ ચોમાસાની સીઝને ખેડુતોને નીરાશ કર્યા છે તો સામે સરકાર દ્વારા પણ વિજકાપ તથા પાણી નહી મળતાં ખેડુતોએ તંત્ર સામે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે.  કાંકરેજના ખેડુતોને સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી નહી મળતાં ચાંગા પંપીગ સ્ટેશન સામે ધરણા શરૂ કર્યા છે. 

રાજ્યના ખેડુતો કેટલાક વિસ્તારોમાં ક્યાંક અતિવૃષ્ટી તો ક્યાંક અનાવૃષ્ટીનો સામનો કરી રહ્યા છે. જેથી ખેડુતો હવે કેનાલના પાણી ઉપર નિર્ભર છે. પરંતુ ખેડુતોને કેનાલમાંથી પણ સમયસર તથા પુરતુ પાણી નહી મળતાં ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારના ખેડુતો પણ પાણીની સમષ્યાનો સામનો કરી રહ્યા હોવાથી તેમને આ મામલે તંત્ર સામે રજુઆતો કરી હતી. પરંતુ સુઝલામ સુફલામ કેનાલમાંથી પાણી નહી છોડાતાં રવી સીઝનનુ વાવેતર કેવી રીતે કરવુ ? એ ખેડુતો માટે મોટો પ્રશ્ન બની ગયો છે. 

મેરવાડા વેજલપુર વચ્ચે પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ 

કાંકરેજના ખેડુતોને સુઝલામ સુફલામ કેનાલમાંથી લાંબા સમયથી પાણી નથી મળી રહ્યુ જેથી ખેડુતોએ ચાંગા પંપિગ સ્ટેશન સામે ધરણા શરૂ કર્યા છે. જેમાં અનેક ખેડુત આગેવાનો પોતાની માંગ સાથે ધરણા પણ બેઠ્યા છે. જેમાં તેઓની માંગ છે કે, જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી નહી છોડવામાં આવે ત્યાં સુધી ખેડુતોના ધરણા યથાવત રહેશે. તમને જણાવી દઈયે કે, પાણી વગર ખેડુતોનો પાક સુકાતા તેમજ રવિ સીઝનમાં પાણી વગર વાવેતર ન કરી શકાતા પાક ઉપર અસર પડી શકે છે જેથી ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0