મેરવાડા વેજલપુર વચ્ચે પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ 

શેર કરવા અહીં ક્લિક કરો.

ધરોઈથી આવતી પીવાના પાણીની પાઇપ લાઈન લીકેજ થતાં પાણી વેડફાયુ

જયંતી મેતીયા,પાલનપુર :  ધરોઈથી પીવા માટેના પાણીની આવતી પાઇપલાઇનમાં મેરવાડા સેજલપુરા ગામ વચ્ચે પાઇપ લીકેજ થતાં પાણીનો વેડફાટ થયો હતો. એક બાજુ બનાસકાંઠા માં ચોમાસુ સીઝનમાં વરસાદ નહિવત થતાં ડેમ ખાલી પડ્યા છે. જેના લીધે આવનારા સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી શક્યતા છે, તો બીજી તરફ હાલ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત ઘણા ગામડાઓમાં પીવા માટેનું પાણી ધરોઈ ડેમ માંથી પાઇપ લાઇન દ્વારા આવી રહ્યું છે. ત્યારે ધરોઈથી આવતી પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણી જમીન પર વહી ગયુ હતું. ઘણીવાર આવી રીતે પાણી વેડફાટ થતાં તંત્ર દ્વારા આં પાઇપ લાઇનને લઇ યોગ્ય રીતે સમારકામ તેમજ સાર સંભાળ રાખવામાં આવે તેવી લોકોની માંગ છે.
3 Attachments
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.