કોરોના : ગુજરાતમાં મૃત્યુઆંક ઘટ્યો, 3085 કોરોના કેસ નોંધાયા તો 10 હજાર સાજા થયા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં કોરોના કહેર યથાવત  છે. એવામાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 3 હજારે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3,085 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 10,007 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,32,748 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 91.82 ટકાએ પહોંચ્યો હતો.રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 55,548 એક્ટિવ દર્દી છે. જો કે, રાજ્યમાં કુલ 7,32,748 લોકો ડિસ્ચાર્જ થયા છે.

ગુજરાતમાં  છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 3, પાટણમાં 1, ભાવનગરમાં 1, બનાસકાંઠામાં 1, આણંદમાં 1, ડાંગમાં 1, મહીસાગરમાં 1, દાહોદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2 અને ભાવનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 5, વડોદરામાં 2, જૂનાગઢમાં 1, કચ્છમાં 1, પંચમહાલમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1, મહેસાણામાં 2, દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 36 દર્દીઓના મોત થયા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.