-> મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી :
ગરવી તાકાત સૂઇગામ : સરહદી સૂઇગામ પોલીસ ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ પટેલ સ્ટાફ પેટ્રોલિંગ માં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળતા સૂઇગામ વાવ હાઇવે રોડ પર ભારત પેટ્રોલપંપની સામે આવેલ ઓમ હનુમાન હોટલની પાછળના ભાગે હાઇવે રોડ ઉપર ચાલતા માલવાહક ટેન્કરનો ચાલક પોતાના કબજાના ટેન્કર માંથી ડીઝલ કાઢી રહેલ હોય જે હકીકત આધારે રેડ કરતા ટેન્કર ચાલક યોગેશકુમાર વિજયબહાદુર ( રાજપુત ) ધંધો ડ્રાઈવિંગ રહે પરસપુર,બીજોનીયા તા,જી સંત રવિદાસ નગર તથા હોટલ માલિક હરસેંગભાઇ ભુરાભાઈ રાજપુત ધંધો ખેતી તથા હોટલ રહે સૂઇગામ વાળા ની ધરપકડ કરી જેલ હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
-> મુદ્દામાલ કબજે કરેલ :- ડીઝલ ભરેલ ટેન્કર નબર GJ 19 X 5070 તથા ડીઝલ ભરેલ બેરલ ભરવા રાખેલ બોલેરો કેમ્પર નબર GJ 12 AT 4824 તથા ખાલી બેરલ નંગ 2 તથા ડીઝલ ભરેલ બેરલ નંગ 1 તથા લોખંડ પત્રાના નાળચા નંગ 2 સહિત નો મુદ્દામાલ કિંમત રૂ,41,32,700 મુદ્દામાલ કબજે કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
કામગીરી કરનાર અધિકારીઓ શ્રી ઇન્ચાર્જ પીઆઇ શ્રી એચ.એમ.પટેલ,હેડ. કોન્સ પ્રકાશભાઇ,પો.કોન્સ રધુજી,પો.કોન્સ ભરતભાઇ, મહેશદાન ગઢવી, દલરામભાઇ ડ્રા પો.કો. કાર્યવાહી માં જોડાયા હતાં બને આરોપીઓ વિરૂદ્ધ બી.એન.એસ.કલમ 316(3) 316(5) 317 (૨)૬૧(૨)મુજબ ગુનો નોંધ આગળની કાર્યવાહી સૂઇગામ પોલીસ ઇન્ચાર્જ પીઆઇ એચ એમ પટેલ ચલાવી રયા છે