દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરી મધ્યપ્રદેશના 21 મજૂરનાં મોત બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજવામાં આવી

April 2, 2025

ડીસા,પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં સવારના ૯.૩૦ કલાકે બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ મચી ગઇ હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલી ગોડાઉન જમીન દોસ્ત થઇને ૨૦૦ મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે શ્રમિકોના શરીરના અંગો દૂર સૂધી ફંગાળાયા હતા. આ ઘટનામાં મધ્ય પ્રદેશના ચારથી પાંચ કિશોર સહિત ૨૧  શ્રમિકોનાં મોત નિપજ્યા હતા.ચાર શ્રમજીવીઓ ગંભીર ઘાયલ થતા તમામ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની (સિંધી) અને તેનો પુત્ર દિપક ખુબચંદ મોહનાની ફરાર થઇ ગયા હતા જો કે મોડી સાંજે બન્નેની ધરપકડ થઈ હતી. જયારે ફેક્ટરીના માલિક ખુબચંદ મોહનાનીના  ભાઇની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દોડી આવીને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, બે દિવસ અગાઉ ખાસ કાચા દારૂગોળામાંથી માર્શલ અને ૫૫૫ સૂતળી બોમ્બ બનાવવા મઘ્યપ્રદેશથી મજૂરો લાવવામાં આવ્યા હતા.

ડીસામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે (1 એપ્રિલે) સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે, ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરનાં મોત થયા હતા. આજે સવારે પોલીસ પાઇલોટિંગ સાથે મૃતદેહો લઇ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો. આ મામલે ફેક્ટરી માલિક આરોપી પિતા ખૂબચંદ મોહનાની અને પુત્ર દીપક મોહનાની LCBએ ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ મામલે આજે બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ જમાવ્યું હતું કે, આરોપી પિતા-પુત્ર સામે સા-અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બે ઠેકેદારનાં પણ મોત થયા છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો તમિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અમદાવાદમાં તપાસ કરી રહી છે.

આરોપીઓ કોની-કોની સાથે સંપર્કમાં હતા, ક્યાં-ક્યાં ભાગ્યા હતા, ક્યાં રોકાયા હતા તે અંગે સાઇબર ટીમ કામ કરી રહી છે.આ ઉપરાંત પોલીસની અલગ-અલગ ટીમો તમિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અમદાવાદમાં તપાસ કરી રહી છે.આરોપીઓ છેલ્લા 18થી પણ વધુ વર્ષથી ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ શિવકાશીથી ફટાકડા લાવતા હતા.સાબરકાંઠામાં પણ આરોપીઓના ​​​​​​​ફટાકડાના ગોડાઉન છે. આ લોકોનો સાસરી પક્ષ ત્યાં થાય છે.યલો ડેક્શનનો ફટાકડાની કંપનીમાં શું ઉપયોગ થાય છે??

પોલીસના અધિકાર ક્ષેત્રમાં નથી આવતાં એવા લોકોનો આ SITમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. કારણ કે, આ પોલીસ તપાસ માટેની SIT છે : SP બનાસકાંઠા

આ ઘટનામાં ફેક્ટરીના બે ઠેકેદાર પંકજ અને લક્ષ્મીના મોત થયા છે. જો કે, અમે આ ઠેકેદારોનો ક્યાંથી અને કેવી રીતે સંપર્ક થયો હતો તે અંગેની તપાસ કરી રહ્યા છીએ

એક ટીમને મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે. કારણ કે, અમને ડેટા મળ્યા છે કે, તેણે ક્યાંથી માલ ખરીદ્યો છે. એણે કેટલો માલ ક્યારે લીધો તેની વિગતો સહિત અમને જે બીલો મળી આવ્યા છે તેની પણ અમે સત્યતા ચકાસી રહ્યા છીએ. આના માટે પોલીસની એક ટીમ હાલમાં મહારાષ્ટ્ર અને શીવાકાશી ખાતે તપાસ માટે મોકલવામાં આવી છે.વધુ તપાસ માટે અન્ય ચાર લોકોની પણ પૂછપરછ ચાલુ છે. જેમાં ફેક્ટરીનો એકાઉન્ટન્ટ, GSTનો વ્યવહાર સંભાળતો હતો તે વ્યક્તિ અને આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર અન્ય બે વ્યક્તિ સમાવેશ થાય છે.ગઇકાલથી જ પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળ પર તપાસ માટે લાગી ગઇ છે. ત્યાંથી અમને એલ્યુમિનિયમ પાઉડર અને યલો ડેક્શન મળ્યું છે. જેને તપાસ ચાલુ છે.આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની ગણતરીના કલાકોમાં જ ઇડરથી ધરપકડ કરવામાં આવી હતી. સા-અપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.GSTના બિલ સહિત તેણે ક્યાં-ક્યાંથી માલ મંગાવ્યો હતો તે અંગેની તપાસ ચાલુ છે.રિમાન્ડ માટેના મુદ્દા

આ બ્લાસ્ટ પાછળના કારણો શું?,કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું?,વિસ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યા?અન્ય કોઇ આરોપીઓ સામેલ છે કે કેમ?આ સહિતના વિવિધ મુદ્દાને ધ્યાનમાં રાખી રિમાન્ડની માગ કરાશે તેવું બનાનકાંઠાના SP દ્નારા જણાવવામાં આવ્યું હતું.આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માટેની કાર્યવાહી થશે. : SP

FSLની ટીમ સહિત મામલદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે ઊંડાણથી તપાસ કરશે : SP બનાસકાઠાં SP દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

પરમિશન ન હતી તો ઉત્પાદન કેવી રીતે થયું, મને લાગે છે કે કોઇને બચાવવાનું આ ષડયંત્ર છે. કોઇ મોટા રાજનેતાનો આમાં હાથ છે. આ લોકો લીપાપોતી કરીને મામલો છુપાવી રહ્યા છે. જેના મા-બાપ અને અન્ય સંબંધીઓ અહીં છે તેમની ડેડબોડીને આ રીતે તેમને કહ્યા વિના જ લઇ જાય તે યોગ્ય બાબત નથી. મૃતકના સગા ડેડબોડીને આઇડેન્ટીફાઇ કરે તે પહેલા જ ગુપચુપ રીતે તેને મધ્યપ્રદેશ રવાના શા માટે કરાઇ રહી છે? આની પાછળનું ષડયંત્ર શું છે? કોને બચાવવા માંગે છે સરકાર? આ સવાલોના જવાબ નહિ મળે ત્યાં સુધી અમે વિપક્ષનો ધર્મ નિભાવી અહીં જ ધરણાં કરીશું. શાસકો ભક્ષક બને ત્યારે અમે પીડિતોના ન્યાય માટે તેમની સાથે છીએ.

પીડિત પરિવારને ન્યાય મળે તે માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના નેતાઓ ડીસા સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વારમાં ધરણાં પર બેઠા

કલેક્ટર મિહિર પટેલે કહ્યું- પરિવાજનોએ મૃતકોની ઓળખ કર્યા બાદ મૃતદેહો વતન મધ્ય પ્રદેશ રવાના કરાયા છે પોલીસ પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સનો કાફલો મધ્ય પ્રદેશ રવાના થયો એક એમ્બ્યુલન્સમાં બબ્બે શબપેટી મુકવામાં આવી

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0