મહેસાણામાં સામે આવ્યો મોટો ખાતર કાંડ. ખેડૂતોએ ગુણવત્તાની ખાત્રી કરી વેચનાર પાસેથી પાકુ બિલ લેવા સલાહજિલ્લા નાયબ ખેતી નિયામક

April 2, 2025

મહેસાણા: જિલ્લામાં બે વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નિકળતાં અનેક ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લામાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીની ટીમ દ્વારા 1262 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના પૈકી 1225 નમૂના પ્રમાણિત હતા. જયારે 37 નમૂના અપમાણિત આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ અધિકારીએ ખાનગી કંપનીનું ખાતર ખરીદતા પહેલા ખેડૂતોએ ગુણવત્તાની ખાત્રી કરી વેચનાર પાસેથી પાકુ બિલ લેવા સલાહ આપી છે અને બિલ વિના ખાતર નહીં ખરીદવા તેમણે ખેડૂતોને તાકીદ કરી છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી દ્વારા 1262 જેટલા ખાતરના નમુના લેવામાં આવ્યા જેમાં 37 નમૂના અપ્રમાણિત થતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખાનગી કંપનીઓના મોંઘા ખાતર ખરીદવા છતાં પણ ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળી નથી રહેતું અને આ પ્રકારના અપ્રમાણિત ખાતર બનાવતા લોકો અને કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે જગતનો તાત માંગ કરી રહ્યો છે.

માત્ર દંડ નહીં પરંતુ આવા અપ્રમાણિત ખાતર બનાવનારી કંપનીઓને બેન કરી તેના સંચાલકોને જેલ હવાલે કરવાની પણ વાત ખેડૂતો કરી રહ્યા છે આ પ્રકારના ખાતર વાપરવાના કારણે ખેડૂતોને તેમની જમીન પણ ખરાબ થતી હોવા ની સાથે ઝેરવાળું અનાજ ઉત્પન્ન થાય છે જેથી અનેક ગંભીર જીવલેણ બીમારીઓ પણ લોકોને થતી હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે પૈસા કમાઈ લેવાની લાયમાં આવા અપ્રમાણિત ખાતર બનાવતા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી ની કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં જય નમૂના લેવામાં આવ્યા તેમાં ૩૭ નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે 3 નમૂના અંગે કોર્ટમાં કેસ હાલ પેન્ડીંગ છે. જયારે 5 ફેઈલ નમૂના અંગે કેસ દાખલ કરવા કાર્યવાહી ચાલુ છે. 18 જેટલા નમૂના ફેલ અંગે વહિવટી પગલાં પણ લેવામાં આવ્યાં છે અને 2 નમૂના રી એનાલીસીસમાં મોકલવામાં આવ્યા છે 8 ફેઈલ નમૂના અંગે કાર્યવાહી હાલ ચાલુ છે તેવું અધિકારીએ જણાવ્યું અને મહેસાણા જિલ્લાના ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સબસીડી યુક્ત ખાતરનું વેચાણ પીઓએસ મશીન દ્વારા અંગૂઠો મુકીને વિક્રેતાઓ કરતા હોય છે. તેમ છતાં તેમની પાસેથી પાકુ બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ ખાતર અંગેના કન્ટેન પણ જોવા જોઈએ અને સારી કંપનીનું સારુ પરિણામ આપતું હોય તેવી કંપનીનું ડીએપી, યુરીયા ખાતરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

ખાદ્ય વસ્તુઓની સાથે સાથે હવે ખાતરના નમુના પણ ફેલ થતાં ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કરતા ખેડૂતોને આ પ્રકારના અપ્રામાણિત ખાતરોના કારણે પૂરતું ઉત્પાદન પણ મળતું નથી જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે આ પ્રકારના ખાતર બનાવતા લોકો અને કંપનીઓને માત્ર દંડ જ નહીં પરંતુ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી જેલ હવાલે કરવાની પણ માંગ જગતનો તાત કરી રહ્યો છું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0