ગુજરાત રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંતર્ગત રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતમાં કોન્ગ્રેસ પાર્ટીના પ્રભારી રાજીવ સાતવ, વિધાનસભા વિપક્ષના નેતા ,પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ , ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, , સિદ્ધાર્થ પટેલ, કાર્યકારી પ્રમુખ , હાર્દિક પટેલની હાજરીમાં ગુજરાત કોંગ્રેસ કો-ઓર્ડિનેશન કમિટીની મિટિંગ યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વર્તમાન ભાજપ સરકારની નિષ્ફળતા, જન વિરોધી નીતિને ઉજાગર કરી તથા સ્થાનિક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષના વિજય માટેની રણનીતિને લઈને ચર્ચા કરાઈ હતી.
કોરોનાકાળની વચ્ચે સંસદમાં ધ્વની મતથી પસાર થયેલ ત્રણ વિવાદીત કૃષી બીલનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીની સંવાદની વાતો વચ્ચે શીતકાલીન સત્રને રદ કરી બીલ ઉપર વ્યાપક ચર્ચા કરવા કેટલા ગંભીર છે તે જાહેર કરી દીધુ હતુ. વિવાદીત કૃષી બીલના હોબાળા વચ્ચે ગુજરાતમાં સ્થાનીક ચુંટણી તૈયારીઓ થઈ રહી છે. જેમાં ભાજપ દ્વારા અલગ અલગ સ્થળે સભાઓ યોજી ખેડુતોને બીલથી કોઈ નુકશાન નથી થવાનુ એમ સમજાવામાં આવી રહ્યુ છે. સામે પક્ષે કોન્ગ્રેસ દ્વારા પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સભાઓ યોજી, વિવાદીત કૃષી બીલ નજીકના ભવિષ્યમાં ખેડુતો માટે વિધ્વંશકારી સાબીત થશે જનતાને એવુ સમજાવાઈ રહ્યુ છે.
ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં સ્થાનીક સ્વરાજની ચુંટણી યોજાવા જઈ રહી છે. જેની તૈયારીના ભાગરૂપે કોન્ગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓ વ્યુહાત્મક રણનીતીઓ ઘડી રહી છે. વિવાદીત કૃષી બીલ અત્યારે ભાજપ માટે માથાનો દુખાવો સાબીત થઈ રહ્યો છે. ભાજપે આવનારી સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં કોન્ગ્રેસને વિવાદીત કૃષી બીલનો મુદ્દો બેઠા બેઠા આપી દીધો હોવાથી ચુંટણીમાં મુખ્ય મુદ્દો બની શકી એમ છે.