માણાવદર તાલુકામાં આ વર્ષે સૌથી વધારે વરસાદ પડ્યો છે છેલ્લા દસ દિવસ દરમિયાન પડેલા અતિ ભયંકર વરસાદે પૂર જેવી સ્થિતિ પેદા કરી હતી અને અધૂરામાં પૂરું હતું તે છલકાયેલા ડેમોના પાટીયા ખોલી નખાતા નીચાણવાળા વિસ્તારો જેવા કે બાટવા નીચેના અસંખ્ય ગામો તથા ભાદર ઓઝત નદીના કાંઠાના ગામડાઓમાં ભારે તબાહી સર્જાઇ છે ખેતરોનુ તો સાવે જ ધોવાણ થતાં વાવેતરનો સોથ વળી ગયો છે.બાટવા ખારા ડેમ નીચે આવતા ગામડાંઓમાં અતિવૃષ્ટિથી અનેક ડેમોના પાણી છોડવાથી ખેતી તથા જીવન જરૂરિયાતની વસ્તુઓને મોટે પાયે નુકસાન થયું છે સરકાર દ્વારા હજુ સુધી આ વિનાશકારી તબાહી બાબતનો કોઈ જાતનો સર્વે થયો નથી તેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ જણાવ્યું છે
આ પણ વાંચો – માણાવદર તાલુકાના પૂરગ્રસ્ત ગામડાઓમાં અર્જુન મોઢવાડીયા સહીતના કોંગ્રેસી નેતાઓએ મુલાકાત લીધી
આ અંગે માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ મામલતદારને એક આવેદનપત્ર પાઠવતા જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેતી ધોવાણ અને પાકની નુકસાનીનો સરવે કરવામાં આવે તથા જેના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તે લોકોને વળતર ચૂકવવામાં આવે અને બરબાદ થયેલી ખેતીની જમીન અને પાકને નુકશાની પેટે પ્રત્યેક ખેડૂત ને તથા ખેત મજુરોને 300 રૂપિયા લેખે કેશડોલ ચૂકવવામાં આવે.
આ પણ વાંચો – રીવરફ્રન્ટ : માણાવદરના ખારા નદી કાંઠાના મકાનો તોડવા સામે સ્ટે !!
લાડાણીએ વધુમાં જણાવેલ છે કે હોનારતના કાયમી ઉકેલ માટે ભાદર નદી ઓજત નદી તથા બાટવા ખારા ડેમ નીચે આવતી શાક નદીને ઊંડી ઉતારી તેને પહોળી કરવાની આવશ્યકતા છે તથા ડુબમાં આવતા રસ્તાઓને ઊંચે લઈ જરૂર લાગે ત્યાં પુલીયા અને નાળા બનાવાય તો હોનારતો માથી થોડી-ઘણી રાહ તો જરૂર મળે ભાદર નદી અને ઓઝત નદીના તૂટી ગયેલા પાળાઓનું તાત્કાલીક સર્વે કરાવી સિમેન્ટ ક્રોંકીટની પાકી સંરક્ષણ દીવાલ બનાવવાની જરૂર છે તથા માણાવદર તાલુકાનાં ભીંડોરા, ગણા, વડા, વેકરી, મરમઠ, સરાડીયા દેશીંગા, ચીખલોદ્રા થાપલા, સમેગા, કોડવાવ અને ભલગામ વગેરે ગામોનો ધેડ પછાત યોજનામાં સમાવેશ કરવો વગેરે બાબતની રજૂઆતો મુખ્યમંત્રીને કરવામાં આવી છે. આવેદનપત્ર આપતી વેળાએ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિલીપભાઈ જેસાણી, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ઝાટકીયા, બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, કોંગ્રેસ અગ્રણી જીગ્નેશભાઈ છૈયા, વિરમભાઇ ખોડભાયા માજી સરપંચ વેકરી, ભરતભાઈ ડાંગર વગેરે હાજર રહ્યા હતા