માણાવદર શહેરના ખારા નદી કાંઠામાં શહેરના વિકાસ માટે રિવરફ્રન્ટ બનાવવા કાર્ય પુરજોશમાં છે ત્યારે આ કાર્યમાં અડચણ રૂપ હોવાના બહાના હેઠળ તેમાં રહેતા ગરીબ લોકોના મકાનો તોડવાની અમાનવીય કાર્ય હાથ ધરે તે પહેલા તેની સામે એનસીપીના નેતા રેશ્માબેન પટેલ દ્વારા સમગ્ર તંત્ર ને આ 250 થી 300 લોકોના પરિવારને અન્યત્ર સગવડ મકાનોની કરી આપવા માંગ કરેલ છે.
આ પણ વાંચો – માણાવદર તાલુકાના પૂરગ્રસ્ત ગામડાઓમાં અર્જુન મોઢવાડીયા સહીતના કોંગ્રેસી નેતાઓએ મુલાકાત લીધી
દરમિયાન આ મકાનો માંથી વીજ કનેકશનો કાપી નાખવામાં આવતાં છેલ્લા ત્રણ મહિનાથી અંધારામાં રહેતા જેની સામે એનસીપી મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવી ન્યાયની અપીલ કરતાં હાઇકોર્ટમાંથી હાલ મકાનોની યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ તોડવા ત્યાં સુધી સ્ટે ઓર્ડર આપ્યાનું રેશમા પટેલે નિવેદનમાં જણાવેલ છે. જીઇબી દ્વારા કાપેલી લાઈટ તાત્કાલિક મળવી જોઈએ તે માટે જૂનાગઢ કલેકટર અને માણાવદર મામલતદારને રજૂઆત કરી છે અને વધુમાં જણાવેલ કે જો તાત્કાલિક લાઇટો આપવામાં નહીં આવે તો અમે બધા પીડિતો મહિલા બાળકો વૃદ્ધો જૂનાગઢ કલેકટર ઓફિસે જઈ ધરણા કરશું અને ન્યાય માંગીશું. એક મહિલાએ સરકાર સામે બાથ ભીડી છે ત્યારે શું નિકાલ તંત્ર કરે છે તે જોવું રહ્યું હાલતો રેશ્માબેન પટેલ ગરીબોના મસીહા તરીકે બહાર આવ્યા છે