મહેસાણાની ભાજપ શાસીત નગરપાલીકા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી જોવા મળી રહી છે. જેમાં અલગ અલગ પ્રકારના ટેન્ડરમાં મોટા પ્રમાણમાં કૌભાંડ આચકારા હોવાનુ પણ સામે આવ્યુ છે. આ કૌભાંડોમાં ચીફ ઓફીસરની પણ સંદીગ્ધ ભુમીકા હોવાનુ સામે આવી ચુક્યુ છે. શહેરના ટેક્સ પેયરના પૈસા નગરપાલીકાના સત્તાધીશો વેડફી રહ્યા નુ ખુલ્યુ છે. એવામાં ફરિવાર નગરપાલીકા ઉપર ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે. જેમાં નગરપાલીકાના ચીફ ઓફિસર વિવિધ બાબતોની આઈટીઆઈની વિગતો આપી નથી રહ્યા.
મહેસાણા કોંગ્રેસના અગ્રણી ભૌતીક ભટ્ટે ફેસબુક પોસ્ટ કરીને નગરપાલીકાના ચીફ ઓફીસર વિરૂધ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં તેમને લખ્યુ હતુ કે, મહેસાણા શહેરની વેરો ભરતી જનતાના પૈસા વેડફી રહ્યા છે તેની સામે માહિતી માંગતા મહેસાણા નગરપાલિકા દ્વારા આપવામાં આવતી નથી. તેમને સવાલ કર્યા હતા કે, આખરે મહેસાણાના પાલીકાના ચીફ ઓફીસરને માહીતી અધિકારના નિયમ મુજબ માહીતી આપવામાં કોનો ડર લાગી રહ્યો છે?
તમને જણાવી દઈયે કે, કોંગ્રેસના નેતા દ્વારા કોમર્શીયલ રેસીડેન્સી, જીઆઈડીસી વિસ્તારમાં એનઓસીના સર્ટીફીકેટ કેટલા લોકોને આપવામાં આવ્યા? આ સીવાય શહેરમાં ડોર ટુ ડોર કચરા ઉઠાવવા માટે જુના અને નવા કોંન્ટ્રાક્ટનો ભાવની માહીતી માંગવામાં આવી હતી. એને પણ પાલીકાના દ્વારા નહી અપાતાં, તેમને ક્યાંક ને ક્યાંક ચીફ ઓફીસરને ભાજપના હાથા તરીકે કામ કરી રહ્યાનો આરોપ લગાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસીત મહેસાણા નગરપાલીકામાં સીટી બસ મામલે કોંગ્રેસ દ્વારા આરટીઆઈ કરવામાં આવતાં ચીફ ઓફીસરને અગાઉ પણ માહીતી દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે કોંગ્રેસના નેતાઓ તથા ચીફ ઓફીસરની વચ્ચે ઉગ્ર બોલચાલ થતાં કોંગ્રેસના અગ્રણીઓ વિરૂધ્ધ ચીફ ઓફીસરે અશોભનીય વર્તન તેમજ સરકારી રેકર્ડ લઈ ભાગી જવાની ધમકી આપ્યા હોવાની પોલીસ ફરીયાદ પણ કરી હતી.