મહેસાણા નગરપાલીકામાં કોર્પોરેટર તથા કોંગ્રેસના સક્રીય કાર્યકર્તા તરીકે કમલેશ સુતરીયાએ પાલીકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને પત્ર લખી મહત્વપુર્ણ રજુઆત કરી છે. જેમાં તેમને પાલીકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને જણાવ્યુ છે કે, આગામી સમયમાં યોજાનાર નગરપાલીકાની સામાન્ય સભાનુ વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવે. જેથી આ સામાન્ય સભાની કાર્યવાહીમાં ટ્રાન્સપરન્સી બને રહે. આ સીવાય તેમને શહેરોની સ્ટ્રીટ લાઈટો મામલે પણ રજુઆત કરી છે.
મહેસાણા નગરપાલીકાના કોર્પોરેટર કમલેશ સુતરીયાએ ફરિવાર પાલીકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને સંબોધી પત્રો લખ્યો છે. જેમાં તેમને તારીખ 26/10/2021 ના રોજ મળનાર પાલીકાની સામાન્ય સભાનુ વિડીયો રેકોર્ડીંગની માંગ ઉઠાવી છે. જેમાં તેમનો ઉદ્દેશ્ય સામાન્ય સભામાં પસાર થતા ઠરાવો તથા કાર્યવાહીનો પુરાવા તરીકે ડીઝીટલ રેકર્ડ બનાવી શકાય. આ સીવાય પણ મહેસાણા શહેરમાં અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી તેને ચાલુ કરવા રજુઆત કરી છે. દિવાળીનો પણ સમય આવી રહ્યો હોવાથી શહેરના લોકોને રાત્રીના સમયે અંધકારનો સામનો કરવો પડે છે. જેથી શહેરના અનેક સ્થળોએ બંધ પડેલી સ્ટ્રીટ લાઈટોન ચાલુ કરવા રજુઆત કરી છે.
તમને જણાવી દઈયે કે, કોગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરીયા ભાજપ શાસિત મહેસાણા નગરપાલીકાના અનેક કૌભાંડોનો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં તેમને સીટી બસના કૌભાંડ, કચરો ઉપાડવાના ટેન્ડરમાં ગફલા સહીત અનેક મુ્દ્દે પોતાનો શ્વર બુલંદ કર્યો હતો.