મહેસાણા શહેરમાં કચરો ઉપાડવાના ટેન્ડરમાં અધધધ…77 લાખનો ગફલો – હાઈકોર્ટે નગરપાલીકાને ફટકાર લગાવતા કહ્યુ, જનહીતની અવગણના કરાઈ !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા નગરપાલીકામાં  કચરો ઉપાડવા ઓનલાઈન ટેન્ડરની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. આ ઓનલાઈન ટેન્ડરીન્ગની પ્રક્રીયામાં સાંઈ એન્ટરપ્રાઈઝે ટ્રેક્ટર દીઠ 2100 રૂપીયાનો ભાવ ભર્યો હોવાં છતાં હાલની કાર્યરત કંપનીના ટેન્ડરને પાસ કરી દેવામાં આવ્યુ હતુ. જેનો ભાવ ટ્રેક્ટર દીઠ 2490 રૂપીયા હતો. નગરપાલીકા દ્વારા ઉંચા ભાવવાળી કંપનીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં શહેરના લોકો પર વધારાના 77 લાખનો બોજો પડ્યો છે. આ ટેન્ડરમાં નગરપાલીકાના તત્કાલીન સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય તેવી રાવ ઉઠી છે. આ મામલે આજ રોજ નગરપાલીકાના કાઉન્સીલર કમલેશ સુતરીયાએ ચીફ ઓફીસરને પત્ર લખી આગામી ટેન્ડરીંગમાં આ પ્રકારની કોઈ ગેરરીતીઓ થાય નહી તેવી રજુઆત હતી.

77 લાખના ગોટાળાનો મામલો શુ છે ?

મહેસાણા નગરપાલીકા દ્વારા વર્ષ 2020ના જુન મહિનામાં કચરાના નીકાલ માટે ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. આ ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 30 જુન રાખી હતી. જેને 3 જુલાઈના રોજ ખોલવામાં આવ્યુ હતુ. પરંતુ ટેન્ડરીંગની પ્રક્રીયામાં ટ્રેક્ટરદીઠ 2100 વાળા ભાવ કરતાં 2490ના ભાવ વાળી કંપનીને ટેન્ડર આપી દેવામાં આવતાં, સાઈ એન્ટરપ્રાઈઝે કોર્ટની શરણ લીધી હતી.

આ કેસની સુનવણી દરમ્યાન હાઈકોર્ટે મહેસાણા નગરપાલીકાને ફટકાર લગાવતા કહ્યુ હતુ કે, આ ટેન્ડરથી મહેસાણા નગરપાલીકાને કોન્ટ્રાક્ટવાળી કંપનીને 77 લાખ રૂપીયા વધુ ચુકવવાના થાય છે.  કોઈ પણ નગરપાલીકા માટે 77 લાખ રૂપીયાની રકમ ખુબ મોટી કહેવાય. આ ટેન્ડરથી સ્પષ્ટ જણાઈ રહ્યુ છે કે, જનતાના ટેક્સના પૈસાને ખોટી રીતે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે.

હાઈકોર્ટમાં મહેસાણા નગરપાલીકાની દલિલ 

આ કેસની સુનવણીમાં મહેસાણા નગરપાલીકાના વકિલ કમલેશ કોટાઈએ દલિલ કરી હતી કે, ઓનલાઈન ટેન્ડરીંગમાં સાઈં એન્ટરપ્રાઈઝની અરજીમાં વાહનોની સંખ્યાની શરતનુ ભંગ થતો હતો. જેથી તેમનુ ટેન્ડર ખોલવામાં નહોતુ આવ્યુ. કચરાના નીકાલના ટેન્ડરમાં નગરપાલીકા દ્વારા શર્ત મુકવામાં આવી હતી કે, કંપની પાસે 5 ટ્રેક્ટર તથા 2 ટ્રીપર હોવા જોઈયે. અરજદારે ટેન્ડર દરમ્યાન માત્ર 4 ટ્રેક્ટરની આરસી બુકની કોપી જ રજુ કરી હતી. અને પાંચમાં વાહન તરીકે તેમને સેલ ડીડ(એટેલે કે કોટેશન) રજુ કર્યુ હતુ જે, નીયમોનુસાર માન્ય ગણાય નહી, માલીકીના સાક્ષ્ય તરીકે RC book જ જોઈયે. આ શરતનો ભંગ થતો હોવાથી તેમનુ ટેન્ડર ખોલવામાં નહોતુ આવ્યુ.

સાંઈ એન્ટર પ્રાઈઝના વકીલ શકીલ કુરેશીએ કોર્ટમાં દલિલ કરી હતી કે, નગરપાલીકા સાથે તેમના મુવક્કીલ 2008 થી જોડાયેલ છે, જેમાં તેમને ઓછા ભાવ સાથે કામ કરેલુ છે. તેમ છતાં નગરપાલીકાએ 87 લાખનુ નુકશાન વેઠી અન્ય કંપનીનુ ટેન્ડર પાસ કરી દીધુ.  કોઈ પણ નગરપાલીકા માટે આ રકમ ખુબ મોટી કહેવાય જેથી નગરપાલીકાએ ફરીથી ટેન્ડરની પ્રક્રીયા હાથ ધરવી જોઈતી હતી.

હાઈકોર્ટનુ જજમેન્ટ 

હાઈકોર્ટેના જસ્ટીસ જે.બી. પારડીવાલા તથા  જસ્ટીસ વૈભવ ડી. નાણાવટીએ નગરપાલીકાની દલિલ માન્ય રાખી, સાંઈ એન્ટરપ્રાઈઝમાં અરજીને પાત્રતા માપદંડોના અભાવને કારણે પાલીકાના પક્ષમા ચુકાદો આપ્યો હતો. જેમાં તેમને એમ પણ ઉમેર્યુ હતુ કે, મહેસાણા નગરપાલીકાએ ઉતાવળમાં જનહીત અને ટેક્ષ પેયરની ચીંતા કર્યા વગર આ ટેન્ડર પાસ કરી દીધુ છે, જેમાં કોન્ટ્રાક્ટરને  77 લાખ વધુ ચુકવવામાં આવ્યા છે. બે વર્ષના કોન્ટ્રાક્ટમાં 1 વર્ષ પસાર પણ થઈ ગયુ છે.  આ હુકમ માત્ર મહેસાણા નગરપાલીકા પુરતો જ નથી પરંતુ દરેક લોકો માટે છે જેઓને રીયલાઈઝ થશે કે નગર પાલીકા કેવી રીતે કામ કરી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.