કોદરામમાં મજૂરી કરવા બાબતે પુત્રએ માતાના માથામાં ધોકો મારતા ફરિયાદ

May 13, 2022

— માતાએ વડગામ પોલીસ મથકે પુત્ર સામે ફરિયાદ નોંધાવી :

ગરવી તાકાત પાલનપુર :  વડગામ તાલુકાના કોદરામ ગામ માતા રસોડાનું કામ કરી ઘરે પરત ફરી ત્યારે પુત્રએ કહ્યું તું કેમ મજૂરી કરી હતી તેમ કહી ગુસ્સામાં આવી માથામાં ધોકો મારતા વડગામ પોલીસ મથકે માતાએ પુત્ર સામે ગુનો નોંધાયો હતો
પાલનપુર તાલુકાના ખસા ગામની રેખાબેન બાબુભાઈ પરમાર જેઓ મજુરી માટે પોતાના પિયર વડગામ તાલુકાના કોદરામ ગામે રહે છે.જ્યાં ગુરુવારે સાંજના આઠ વાગ્યાના સુમારે રેખાબેન રસોડાનું કામ કરી ઘરે આવે ત્યારે પુત્ર સાવન ઘરે હતો અને કહેવા લાગ્યો કે તું ક્યાં ગયેલી હતી જેથી માતાએ કહ્યું કે ગામમાં રસોડામાં મજૂરીએ ગઈ હતી.
જેથી પુત્રે સાવને કહ્યું તું રસોડામાં મજૂરી કરવા કેમ ગઈ હતી તેથી માતા રેખાબેહને કહ્યું ધરમાં ચીજ વસ્તુઓ લાવવી પડે અને ઘર પણ ચલાવવું પડે જેથી પુત્ર સાવન ગુસ્સે થઈ અપશબ્દો બોલી કહેવા લાગ્યો કે તારે જેને ફોન કરવા હોય તેને કર તેથી માતાએ પુત્રને  ઠપકો આપવા માટે ગામના સરપંચને બોલાવેલ તેમ છતાં
પુત્ર માનતો ન હતો અને ગુસ્સે થઈ બાજુમાં પડેલ ધોકો માતા રેખાબેનને માથામાં મારેલ ત્યારે સરપંચ અને પાડોશીઓએ વચ્ચે પડી બચાવેલ અને પુત્ર સાવન જતા જતા કહેવા લાગેલ કે, તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહેલ ત્યારબાદ માતા રેખાબેનને પ્રાઇવેટ ગાડીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ માતા રેખાબેન પરમારે પુત્ર સાવનકુમાર બાબુભાઈ પરમાર સામે ગુનો નોંધાયો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0