પાલનપુના સામઢી ગામમાં પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ…

May 6, 2026

ગરવી તાકાત પાટણ : પાલનપુર તાલુકાના સામઢી ગામમાં એક પરિણીતાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પતિ, સાસુ, નણંદ અને મામા સસરા સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એદલા ગામના અસ્મિતાબેન દિનેશભાઈ રબારીના લગ્ન 11 ફેબ્રુઆરી, 2022ના રોજ પાલનપુરના સામઢી ગામે દિનેશભાઈ બબાભાઈ રબારી સાથે થયા ફરિયાદીના પતિ દિનેશભાઈ મડાણા એસ.આર.પી. ગ્રુપમાં નોકરી કરે.

પારિવારિક ત્રાસઃ છૂટાછેડાની ધમકી આપી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ  આપ્યાની ફરિયાદ | Sanjog News

લગ્નના શરૂઆતના સમય બાદ સાસુ બબીબેન બબાભાઈ, નણંદ હેતલબેન બબાભાઈ અને મામા સસરા રમેશભાઈ નારણભાઈ નાની બાબતોમાં ઝઘડો કરી પતિને ચઢામણી કરતા આના કારણે પતિ દ્વારા અસ્મિતાબેનને માનસિક ત્રાસ આપવામાં આવતો ગત 8 એપ્રિલ, 2024ના રોજ સવારે નવ વાગ્યે, જ્યારે અસ્મિતાબેન ઘરકામ કરી રહ્યા ત્યારે સાસુ અને નણંદે કામ બાબતે મેણાં મારી બોલાચાલી આ તકરાર દરમિયાન પતિ દિનેશભાઈ અને મામા સસરા રમેશભાઈ પણ ત્યાં આવી ગયા અને ગાળાગાળી તે સમયે પતિ દિનેશભાઈ અને નણંદ હેતલબેને અસ્મિતાબેનને ગડદાપાટુનો માર માર્યો.

Vagdod Police Probe Election Form Fraud in Raviana | Patan

જ્યારે સાસુ અને નણંદે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરિયાદી પગે અપંગ હોવા છતાં તેમના પિયર પક્ષને પણ ગાળો આપી અપમાનિત કરવામાં આવ્યા આ ઘટના બાદ પાંચ દિવસ સુધી સાસરીમાં રહ્યા બાદ ત્રાસ વધતા 13 એપ્રિલ, 2024ના રોજ પરિણીતા પોતાના પિયર એદલા આવી ગયા સાસરી પક્ષ દ્વારા તેમને પાછા ફરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી લાંબા સમય સુધી સાસરીમાંથી કોઈ તેડવા ન આવતા અને ત્રાસ યથાવત રહેતા, અસ્મિતાબેને વાગડોદ પોલીસ મથકે પતિ દિનેશભાઈ રબારી, સાસુ બબીબેન, નણંદ હેતલબેન અને મામા સસરા રમેશભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 173 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0