વિજાપુર-હિંમતનગર રોડ પર રણછોડપુરા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું મોત….

May 6, 2026

ગરવી તાકાત મહેસાણા : બનાસકાંઠાના હડાદ તાલુકાના ધ્રોંગી ગામના એક યુવકનું વિજાપુર-હિંમતનગર રોડ પર રણછોડપુરા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો જે અંગે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના ધોગ્રીવાસમાં રહેતા બાબુભાઈ મીનાભાઈ જોરાભાઈનો મોટો પુત્ર મહેશ ખેરાલુના એક કોન્ટ્રાક્ટર પાસે પાઇપલાઇન ક્લીનિંગની સાઈડ પર મજૂરી કામ કરતો.

Woman assaulted by family brother in Kolwada, Vijapur, police complaint  against 3

ગત તારીખ 4 મે 2026ના રોજ મહેશ અને તેનો પિતરાઈ ભાઈ રાજુભાઈ બંને ટ્રેક્ટર લઈને વિસનગર સાઈડથી ખેરાલુ જવા નીકળ્યા રસ્તો અજાણ્યો હોવાથી તેઓ ભૂલા પડી ખેરાલુને બદલે વિજાપુર પહોંચી ગયા રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે હિંમતનગર રોડ પર રણછોડપુરા ચોકડી પાસે મહેશે રસ્તો પૂછવા માટે ટ્રેક્ટર સાઈડમાં ઊભું રખાવ્યું તે દરમિયાન હિંમતનગર તરફથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોર વ્હીલર ગાડીએ મહેશને જોરદાર ટક્કર મારી.

કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Biker injured  in car collision dies during treatment - Gujarat Samachar

આ અકસ્માતમાં મહેશને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું બનાવ અંગે મૃતકના પિતા બાબુભાઈએ વિજાપુર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ફરાર વાહન ચાલકને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0