ગરવી તાકાત સાબરકાંઠા : બનાસકાંઠા પોલીસે ગઢના કુંભલમેર ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો પોલીસે ગણતરીના કલાકોમાં મૃતક મહિલા પોનરીબેન જોનાભાઈના પતિ જોનારામ ઉદાજી પરમારની રાજસ્થાનથી ધરપકડ કરી પોનરીબેન (ઉંમર 37) ની હત્યાનો આરોપ તેમના પતિ પર પોલીસ તપાસ મુજબ, આ ઘટના 1મે, 2026ના રાત્રે 9 વાગ્યાથી 2 મે, 2026ના સવારે 6:30 વાગ્યા દરમિયાન બની આરોપી જોનારામ ઉદાજી પરમારે તેની પત્ની પોનરીબેન સાથે ઝઘડો કર્યા બાદ તેને ખાટલા પરથી નીચે પાડી દીધી.

આ દરમિયાન ગરદનના ભાગે કરોડરજ્જુનું હાડકું તૂટી જતાં પોનરીબેનનું મોત નીપજ્યું આરોપી જોનારામની પૂછપરછમાં સામે આવ્યું કે, તે છાપરાની બહાર જમી રહ્યો હતો ત્યારે રોટલી ખૂટી ગઈ તેણે બાજુમાં સૂતેલી પત્ની પોનરીબેનને રોટલી લાવવા કહ્યું. પત્નીએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો ગુસ્સામાં આવીને જોનારામે પત્ની સહિત ખાટલો ઊભો કરી દીધો, જેના કારણે પત્ની નીચે પટકાઈ અને તેને ગંભીર ઈજા થઈ બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી,

પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો આરોપી જોનારામ ઉદાજી પરમાર (ઉંમર 40) ને 4 મે, 2026ના રોજ રાજસ્થાનના લીંબજ, રેવદર, શિરોહી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસે આ ગંભીર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં સફળતા મેળવી.


