ધનસુરા તાલુકાના ખડોલ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ…

June 12, 2026

ગરવી તાકાત અરવલ્લી : ધનસુરા તાલુકાના ખડોલ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ધમકી આપવા અને માર મારવા બદલ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો આ ઘટનામાં ફરિયાદીના પિતા અને તેમના કામદારને નિશાન બનાવવામાં આવ્યા ફરિયાદીના પિતા બપોરના સુમારે મહાદેવપુરા ખાતે મજૂર લેવા ગયા તે સમયે તેઓ ગામમાં વિનુભાઈની દુકાને મસાલો ખાવા રોકાયા ત્યાં આરોપીઓ વિનુભાઈ પિયુષભાઈ જેઠાભાઈ અને મધીબેન આવ્યા.

સાયલા તાલુકાના નવા સુદામડા ગામે બાળકોને રમવા મુદ્દે મારામારી | Fights over  children playing in the new Sudamda village of Sayla taluka - Gujarat  Samachar

આરોપીઓએ ફરિયાદીના પિતાને શીમળાના ઝાડ કાપવા અને સરપંચ વિરુદ્ધ મામલતદાર કચેરીમાં ફરિયાદ કરવા બાબતે અપશબ્દો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી ત્યાં પહોંચતા તેમની સામે પણ અપશબ્દો બોલવામાં આવ્યા આજુબાજુના લોકો વચ્ચે આવી જતા ફરિયાદી તેના પિતાને લઈને ઘરે જતો રહ્યો તે જ દિવસે રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ ફરિયાદીના ત્યાં કામ કરતા સુરેશભાઈ પરમાર ઘરે જઈ રહ્યા.

ત્યારે વિનુભાઈ અને પિયુષ તેમનો રસ્તો રોકી હાથ પકડી જૂની લોખંડની પાઇપ વડે માર માર્યો આ હુમલામાં સુરેશભાઈના માથાના ભાગે ઈજાઓ પહોંચી સુરેશભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા જેથી આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા આ સમગ્ર ઘટના બાદ ખડોલ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ચાર લોકો વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0