મહેસાણામા વેપારીઓએ ફૂડ રજીસ્ટ્રેશન કેમ્પમાં ભાગ લઇ મેળવ્યું સર્ટિફિકેટ

March 3, 2022

— સમગ્ર કાર્યક્રમનું આયોજન મહેસાણા ખોરાક ઔષધ નિયંત્રણ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ખાણી પીણીનો વ્યવસાય ધરાવતા નાના વેપારીઓ રજીસ્ટ્રેશન કરાવી શકે એના માટે મહેસાણા જિલ્લામાં ગઈકાલથી ત્રણ દિવસ સુધી અલગ અલગ સ્થળે રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવશે.

જેમાં ગઈકાલે પ્રથમ દિવસે મહેસાણા જિલ્લા પંચાયત ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ટી સ્ટોલ, પાન પાર્લર, પાણીપુરી, દાબેલી, નાસ્તા હાઉસ, ફાસ્ટફૂડના કુલ 99 જેટલા વેપારીઓએ પોતાન ધંધાનું રજીસ્ટ્રેશન કરાવી સ્થળ પર જ સર્ટિફિકેટ મેળવ્યા હતા.

–સમગ્ર કાર્યક્રમનું આયોજન મહેસાણા ખોરાક ઔષધ નિયંત્રણ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું

નોંધનીય છે કે આજે ગુરૂવારે વિસનગર ખાતે આવેલા એપીએમસી હોલ માર્કેટ યાર્ડ ખાતે નાના વેપારીઓના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 4 માર્ચના રોજ વિજાપુરના એપીએમસી હોલ ખાતે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ટી સ્ટોલ, પાન પાર્લર, પાણીપુરી, દાબેલી, નાસ્તા હાઉસ, ફાસ્ટફૂડ, લારી ગલા અને 12 લાખથી ઓછો ટર્ન ઓવર ધરાવતા રિટેલર વેપારીઓ ભાગ લઈ શકશે. જો કે મહત્વનું છે કે જે વેપારીઓએ ફિઝિકલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવ્યા હશે તે હવે રદ કરવામાં આવ્યા છે, જેને લઇ હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા અધિકારીએ જણાવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0