ગરવી તાકાત મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ બનાસકાંઠા જીલ્લામાં પરવાનાવાળા હથિયારો પોલીસ મથકે જમા કરાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આદેશ કરાયો છે. જોકે, કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારી, સુરક્ષા કર્મચારીઓ, નાણાકીય સંસ્થાઓના સિક્યુરીટી ગાર્ડને આદેશ લાગુ નહી પડે.
બનાસકાંઠા જિલ્લામાં તારીખ 5 થી 10 ડિસેમ્બર દરમિયાન પૂર્ણ થનારી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જામીન ઉપર છોડેલી વ્યકિતઓ, ફોજદારી ગુનાઓ કર્યાની ભૂમિકાવાળી વ્યકિતઓ, હુલ્લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્યાન સંડોવાયેલ વ્યકિતઓ, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ વ્યકિતઓ, ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય
તેવા ઇસમને પોતાના પરવાનાવાળા હથિયાર પોલીસ મથકે જમા કરાવવા માટે આદેશ કરાયો છે. આ આદેશ કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારી, સુરક્ષા કર્મચારીઓ તથા નાણાકીય સંસ્થાઓના સિક્યુરીટી ગાર્ડને લાગુ પડશે નહીં.બીજી બાજુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર સુલેહ શાંતિ તેમજ જાહેર સુરક્ષા જાળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પોષડોડા પરવાનેદાર દ્વારા તારીખ 3 થી 10 ડિસેમ્બર દરમિયાન પોષડોડાનું વેચાણ બંધ રાખવા હૂકમ કરાયો છે.