મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઈકાલ તા. 6 ડિસેમ્બર-2020, રવિવારના રોજ સવારે-11.00 કલાકે ધાનેરા મુકામે કે. આર. આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે પાણી પુરવઠાની રૂ.241.34 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીપુ જૂથ યોજનાનું ખાતમૂર્હત કરશે.
આ પણ વાંચો – સિંચાઈ યોજનાથી અમારા વડવાઓના સ્વપ્નાઓ સાકાર થશેઃતાપી-કરજણ લિંકનુ ખાતમુહુર્ત બાદ પ્રતીક્રીયા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેર માટે નર્મદા મુખ્ય નહેરમાંથી ભાપી ઓફટેક આધારિત સીપુ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના અંતર્ગત ફેઝ- 1, ફેઝ- 2 અને ફેઝ – 3 હેઠળના કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે. જેનાથી આ વિસ્તારની કુલ- 3.91,000 વસ્તીને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળશે. રાજ્ય સરકારશ્રીના આ પાણીદાર આયોજનના લીધે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા વિસ્તારને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળશે.