પાલનપુર તાલુકાના સલ્લા ગામે છેલ્લા ઘણા સમયથી દબાણના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. તેમજ કેટલાક રાજકીય પીઠબળ ધરાવતા અને કેટલાક અધિકારીઓની લાગવગ ના કારણે કેટલાક માથા ભારે તત્વોએ ગામમાં મોટાપાયે દબાણ કર્યુ છે. આ ગેરકાયદે દબાણો તોડી પાડવા ગામના કેટલાક સ્થાનિક નાગરિકોની વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક તંત્ર ના પેટમાંથી પાણી પણ હલતું નથી. સલ્લા ગામે ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરનાર આ દબાણકારોને કયા અધિકારો છાવરી રહ્યા છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?
બીજી તરફ સલ્લા ગામમાં જ છેલ્લા 50 વર્ષથી ગામના બસ સ્ટેન્ડ પાસે એક નાનકડી ઓરડી બનાવી તેમાં ચાની કીટલી ચલાવી પોતાના પરિવારનું ભરણ પોષણ ચલાવી રહ્યા હતા. એક વિધવા મહિલાની ઓરડી ઉપર ગામના સરપંચ દ્વારા કોઈ જૂની અદાવત રાખી અને અધિકારીઓ સાથે મળી જેમ તેમ કરી વિધવા મહિલાને હેરાન પરેશાન કરી અધિકારીઓ સાથે મીલીભગતથી પોલીસ બંદોબસ્ત સાથે આ વિધવા મહિલાની ઓરડી ઉપર જેસીબી મશીન ફેરવી નાખી નિરાધાર મહિલાની ઓરડી પાડી દઈ નાખી તેમની રોજી- રોટી છીનવી લીધી હતી. આ મામલે વિધવા મહિલાએ ન્યાય માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી ગુહાર લગાવતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ વિધવા મહિલાની ઓરડી ઉપર જેસીબી મશીન ફેરવાવા બાબતે પાલનપુર તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો – SPG ગ્રુપે લવ જેહાદ મામલે કડી મામ.ને આવેદનપત્ર આપી કાનુનની કરી માંગ -આંકડાકીય માહીતોનો અભાવ
શું હવે મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ બાદ આ વિધવા મહિલાને ન્યાય મળે છે કે કેમ એ તો આવનાર સમય બતાવશે. પરંતુ આ વિધવા મહિલાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મારી આ ઓરડીને તોડી પાડવા કયા અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે ? ગામમાં અનેક દબાણો છે તો એ દબાણો કેમ તોડવામાં આવતાં નથી ? જેથી આ બાબતે નિષ્પક્ષ અને મિડિયામા અગાઉ વિતરણ અધિકારી દ્વારા કહેવામા આવું હતું કે સલ્લા ગામમાં ફરીથી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ કરવામાં આવશે પણ હજુ સુધી કોઈ દબાણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો નથી. આથી તપાસ થવી જોઇએ અને જો કોઈ અધિકારી દોષિત જણાશે તો તેમની ઉપર કડકમાં કડક પગલાં ભરવાની માંગ થઈ રહી છે.. આ બાબતે વિધવા મહિલાના જણાવ્યા મુજબ મારી જે ઓરડી તોડી પાડવામાં આવી છે એ જગ્યા મને આપવા માટે ગ્રામ પંચાયત દ્વારા જ અગાઉ ઠરાવ કરવામાં આવ્યો છે. ગામમાં અનેક મોટા દબાણો હોવાનુ પણ જણાવ્યું હતુ. આમ, અન્ય ઘણા દબાણો હોવા છતા પણ કેમ દૂર કરવામાં આવતા નથી તેવા સવાલો વચ્ચે એક વિધવા મહિલાની ઓરડી પાડી તેની રોજીરોટી છીનવી લઇ તેની ઉપર અમાનવીય અત્યાચાર ગુજારનાર ગામના સરપંચ ઉપર હવે કેવા પગલાં ભરાય છે તે હવે આવનાર સમય બતાવશે.