— લોખંડની પાઈપ અને ધોકાથી હુમલો કર્યો
કડી શહેરની ચંદીગઢ સોસાયટીમાં દીકરીનો સંબંધ રાખવા બાબતે બે પરિવારો વચ્ચે લોખંડની પાઈપ અને ધોકાથી મારામારી થતાં એક મહિલા ઘાયલ થઈ હતી. તેથી ગાંધીનગર સિવિલમાં ખસેડાઈ હતી. કડી પોલીસે 1 મહિલા સહિત 4 સામે ફરિયાદ નોંધી હતી.
ચંદીગઢ સોસાયટીમાં નગીનભાઈ દંતાણીના ઘરે તેમની દીકરીના સાસરીવાળા આવીને બેઠા હતા તે સમયે તેમના ભત્રીજાએ આવીને તમારા ઘરે ગુંડા કેમ બોલાવેલા છે તેમ કહીને બોલાચાલી કરી હતી. બોલાચાલી મારામારીમાં પરિણમતા લોખંડની પાઈપ અને ધોકા વડે હુમલો કરતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. કડીમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડાઈ હતી. પોલીસે અરૂણ દંતાણી, અજય દંતાણી, મંજૂબેન દંતાણી અને પ્રકાશ દંતાણી સામે ગુનો નોંધ્યો હતો.
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી

