ગરવી તાકાત અમદાવાદ : શહેર સ્થિત કંપની અનિલ બાયોપ્લસ સાથે સંકળાયેલા ૧૨૧ કરોડ રૂપિયાના બેંક કૌભાંડના સંદર્ભમાં CBI એ અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. બુધવારે પાડવામાં આવેલા દરોડામાં ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધારે, CBI એ કંપની અને તેના ડિરેક્ટરો – અમોલ શ્રીપાલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકુર સામે ગુનો નોંધ્યો છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 8.09.2025ના રોજ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મળેલી ફરિયાદના આધારે મેસર્સ અનિલ બાયોપ્લસ લિમિટેડ, અમદાવાદ સ્થિત ખાનગી કંપની, તેના ત્રણ ડિરેક્ટરો, અમોલ શ્રીપાલ શેઠ (સંપૂર્ણ સમય ડિરેક્ટર), દર્શન મહેતા (સંપૂર્ણ સમય ડિરેક્ટર), નલિન ઠાકુર, ડિરેક્ટર), અજાણ્યા જાહેર સેવકો અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે.

ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે અમદાવાદ સ્થિત ખાનગી કંપનીના ડિરેક્ટરોએ બેંક ઓફ ઈન્ડિયાના અજાણ્યા અધિકારીઓ સાથે મળીને સુનિયોજિત કાવતરું ઘડીને અપ્રમાણિક ઈરાદાથી બેંકને રૂ. 121.60 કરોડનું ખોટું નુકસાન પહોંચાડ્યું છે.


