હેડક્લાર્કની પરીક્ષામાં પેપરલીક મામલે અંતે પરીક્ષા રદ કરવામાં આવી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાં જણાવ્યુ છે કે, હવે પછી આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષામાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા માત્ર એ જ ઉમેદવારો માન્ય ગણાશે.
હેડક્લાર્કની પરીક્ષામાં પેપરલીકનો મામલાએ જોર પકડતા સાબરકાંઠાના પ્રાંતિજમાં 10 આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમ્યાન એક બાદ એક નવા ખુલાશા થયા હતા. જેમાં જે 10 જેટલા આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો તે લગભગ તમામ આરોપી BJP/RSS સાથે જોડાયેલ હતા. આ સીવાય જે સુર્યા ઓફસેટ પ્રીન્ટીંગ પ્રેસમાંથી જે પેપરલીક થયુ હતુ તેનો માલીક મુદ્રેશ પુરોહીત પણ BJP/RSS જોડાયેલ હોવાનુ ખુલ્યુ હતુ. જેથી આ પેપર કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી ઉપર કોંગ્રેસના આરોપ ક્યાંકને ક્યાંક સાચા સાબીત થયા હતા.
આ પરીક્ષા કુલ 186 ખાલી જગ્યાઓ માટે યોજાઈ હતી. જેમાં 88 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 186 પૈકી 72 લોકો પાસે પરીક્ષા પહેલાં જ પેપર પહોંચી ગયુ હતુ. આટલા મોટા પ્રમાણમાં પેપરલીક મામલે સરકાર ઉપર માછલા ધોવાયા હતા. જેમાં ગુજરાત ગૌણ સેવાની પદ્ધતી ઉપર પણ સવાલો ઉઠ્યા હતા. આ સીવાય પેપરના પ્રીન્ટીંગની કામગીરી પ્રાઈવેટ હાંથોમાં સોંપવા મામલે પણ સવાલો ઉઠ્યા હતા કે આ કામ સરકારી પ્રીન્ટીંગ પ્રેસને સોંપવાને બદલે પ્રાઈવેટ હાથોમાં કેમ સોંપાયુ ?
આ પેપરકાંડમાં સંકળાયલે આરોપીઓ તથા સુર્યા ઓફ સેટના માલીક મુદ્રેશ પુરોહીત પણ BJP/RSS સાથે સંકળાયેલ હોવાથી કોંગ્રેસે સવાલ કર્યા છે કે આરોપીઓ સત્તાધારી પાર્ટી સાથે સંકળાયેલ હોવાથી નિષ્પક્ષ તપાસ થશે ? જેમાં અર્જુન મોઢવાડીયાએ એવુ પણ ઉમેર્યુ હતુ કે, આ પ્રેસમાં નરેન્દ્ર મોદીની અનેક પુસ્તકો છપાઈ છે.