સીટી બસના કર્મીઓને જયાં સુધી પગાર નહી મળે ત્યાં સુધી મહેસાણા શહેરમાં બસ સેવા ઠપ્પ

શેર કરવા અહીં ક્લિક કરો.

લ્યો..બોલો.. સીટી બસની એજન્સી પાસેથી વસૂલેલી પેનલ્ટી સંચાલન કર્તાએ ડ્રાઇવર કંડકટર પાસેથી વસૂલી 

મહેસાણા શહેરમાં માંડ શરુ થયેલી સીટી બસ સેવા ફરી ઠપ્પ 

સીટી બસના ડ્રાઇવર કંડકટરો પાસેથી એજન્સીના સંચાલનકર્તાએ પેનેલ્ટી પગારમાંથી વસૂલી હોવાનો આક્ષેપ

મહેસાણા પાલિકાના સત્તાધીશોએ કરેલા કર્મો શહેરની જનતા જર્નાદન ભોગવી રહી છે 

ગરવી તાકાત, મહેસાણા તા. 11- મહેસાણા શહેરમાં નાગરીકોને એક છેડેથી બીજે છેડે સસ્તામાં મુસાફરી કરવાની સેવા આપતી સીટી બસ સેવા ફરી વિવાદમાં આવી છે. હજુ એક માસ અગાઉ સીટી બસના કર્મચારીઓએ પગાર નિયમિત ન આપવા મુદ્દે બે દિવસની હડતાળ કરી હતી ત્યાં માંડ શરુ થયેલી આ સીટી બસ સેવા ફરીથી બંધ કરવાની કંડકટર તથા ડ્રાઇવરો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સીટી બસની એજન્સીના સંચાલન કર્તા દ્વારા પાલિકાએ ફટકારેલી પેનેલન્ટી કર્મચારીઓના પગારમાંથી વસૂલવામાં આવી હોવાના આક્ષેપ કર્મચારીઓ લગાવી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણા નગરપાલિકાની સત્તાનું સુકાન સંભાળતાં સત્તાધીશોએ કરેલા કર્મો મહેસાણા શહેરની જનતા જર્નાદન ભોગવી રહી છે.

મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોના પાપે મહેસાણા શહેરની જનતા પરેશાની ભોગવી રહી છે. માંડ માંડ શરુ કરવામાં આવેલી સીટી બસ સેવાના ધાંધિયા સમયાંતરે સર્જાતાં જોવા મળી રહ્યાં છે. મહેસાણા પાલિકા કેવી એજન્સીઓને સીટી બસનો ઇજારો આપે છે જે એજન્સી શહેરીજનોને શહેરીજનોને સસ્તી મુસાફરી આપતી સેવાને વારંવાર ખોરવી નાખે છે. આ પ્રકારે વારંવાર સર્જાતી સીટી એસટી બસ સેવાની સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ. સીટી બસની મુસાફરીનો ઇજારો ધરાવતી એજન્સી જો સીટી બસ સેવામાં ફરજ બજાવતાં ડ્રાઇવર કંડકટરોને પગાર આપવામાં વારંવાર કેમ ઠાગાઠૈયા કરી રહી છે.

કેમ સીટી બસનો ઇજારો ધરાવતી એજન્સીના માલિક દ્વારા વારંવાર સીટી બસના ડ્રાઇવર કંડકટરના કર્મચારીઓને વારંવાર પગાર અટકાવી માનસિક તેમજ આર્થિક રીતે શોષણ કરી રહી છે. એક માસ અગાઉ જ સીટી બસની એજન્સીના માલિક દ્વારા નિયમિત પગાર ન આપવા મુદ્દે તેમજ જાહેર રજાનો પણ પગાર કાપી લેવા મુદ્દે સીટી બસને રેઢી મુકી હડતાળ પર ઉતર્યા હતા. જેને પગલે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે ફરીથી આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

એક માસ અગાઉ હડતાળ દરમિયાન બે દિવસ સીટી બસ સેવા બંધ રહેતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યોં હતો. ત્યારે બે દિવસ દરમિયાન સીટી બસ બંધ રહેતા સીટી બસની એજન્સીનું સંચાલનકર્તા પાસેથી પેનેલ્ટીની વસૂલી કરવામાં આવી હતી. ત્યારે હવે સીટી બસના ડ્રાઇવર અને કંડકટર સહિતના કર્મચારીઓ સીટી બસનું સંચાલનકર્તા માલિક પર એવો આક્ષેપ લગાવવામાં આવ્યોં છે. કે એજન્સીનો જે પેનલ્ટી પાલિકાએ વસૂલાત કરી છે તે પેનેલન્ટીની વસૂલાત એજન્સીનો સંચાલક ડ્રાઇવર કંડકટરના પગાર કાપી વસૂલી કરી રહી છે. એજન્સીના સંચાલનકર્તા દ્વારા સીટી બસના ડ્રાઇવર કંડકટર પાસેથી બે દિવસના 10 હજાર રુપિયા કાપી લેવામાં આવ્યાં હોવાનું કર્મીઓ જણાવી રહ્યાં છે. જ્યારે હાફ ડે કે ડ્રાઇવર કંડકટરના પાંચ હજાર રુપિયા કાપી લેવામાં આવ્યાં છે. ત્યારે મહેસાણાના શહેરીજનોને શહેરના એક છેડેથી બીજે છેડે સસ્તાદરમાં સીટી બસની સેવા જ્યાં સુધી સીટી બસના કર્મચારીઓને પગાર નહી મળે ત્યાં સુધી સીટી બસ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મહત્વની બાબત છે કે, આ પ્રકારને વારંવાર વિવાદો ઉભા કરતી એજન્સી રદ કરી નવું  ટેન્ડર બહાર પાડી શહેરની જનતા જર્નાદનને વારંવાર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે જરુરી છે. અવાર નવાર સર્જાતાં ધાંધિયાનો ભોગ મહેસાણા શહેરની પ્રજા બની રહી છે. એક તરફ મોંઘવારીએ માઝા મુકી છે ત્યાં શહેરના એક છેડેથી બીજે છેડે જવા ધરખમ રીક્ષા ભાડા આપવા પડે તેવી પરિસ્થિતિ સર્જાતાં મહેસાણા પાલિકાના સત્તાના સિંહાસન પર બિરાજમાન સત્તાધીશો માત્ર તમાશો જોવામાંથી ઉચ્ચાં આવતાં કોઇ ઠોસ કાર્યવાહી ન કરવામાં આવતાં વારંવાર સીટી બસ સેવા ઠપ્પ કરવી પડી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.