રાધનપુર તાલુકાના સાથલી ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પોકાર
15 દિવસે એકવાર જ પાણી આવતું હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો
ગરવી તાકાત, રાધનપુર તા. 27 – પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના સાથલી ગામમાં લોકો આમ તો ખેતી તેમજ પશુપાલન પર આધારિત છે. ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થતાની સાથે સાથલી ગામમાં પાણી પોકાર ઉઠવા પામી છે. સાથલીમાં પાણી વિના લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

રાધનપુર તાલુકાના સાથલી ગામે ૧૫ દિવસે એકવાર જ પાણી આવતું હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછતને લઇ દૂર દૂર ખેતરો ખુંદી ને પાણી લાવવાની ફરજ પડી રહી છે. માણસ માટે પૂરતું પાણી નથી તો પશુઓ ની હાલત પણ કફોડી બનવા પામી છે અને પાણીનું ટેન્કર લાવવા માટે પણ ૭૦૦ રૂપિયા ખર્ચ કરવો પડે છે. જે પોષાય તેમ નથી. પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના સાથલી ગામમાં લોકો આમતો ખેતી તેમજ પશુપાલન પર આધારિત છે. ઉનાળાની શરૂઆતમાં કાળ ઝાળ ગરમી પડવાની શરૂઆત થતાની સાથે સાથલી ગામમાં પાણી પોકાર ઉઠવા પામી છે.
રાધનપુર તાલુકા ના સાથલી ગામમાં પીવાના પાણીની ભારે બુમરાડ ઉઠવા પામી છે. ગામ નજીક પાણીનો સંપ તો છે પણ તેમા ૧૫ દિવસે પાણી આવે તો આવે નહી તો પાણી માટે આસપાસના મોટા ગામોમાં જવું પડે અથવા પછી ખેતરો ખૂંદવા પડી રહ્યા છે. પાણી વગર પશુઓઓની હાલત પણ દયનિય બનવા પામી છે. ત્યારે આ વિસ્તારમાં નર્મદાની કેનાલ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.


