બનાસકાંઠામાં મોટાભાગના દુકાનદારો દ્વારા ગરીબોને અપાતાં રેશનીંગના અનાજનો કાળો કારોબાર

June 19, 2023
બારોબાર નીચાભાવે ખરીદી ઊંચા ભાવે હોટલોમાં વેચાઈ રહ્યું છે
શું બનાસકાંઠાનું પુરવઠા તંત્ર આનાથી અજાણ હોઈ શકે ખરા?
ગરવી તાકાત, પાલનપુર તા. 19- પાલનપુર તાલુકાના ગામડાઓમાં એજન્ટો દ્વારા તાલુકાના ગામડાઓમાંથી ગરીબ પ્રજાને સરકાર શ્રી દ્વારા સસ્તા દરે અનાજ આપવામાં આવે છે જે લોકોને ઊંચા ભાવની લાલચ આપી આવા વચેટિયાઓ એમની પાસે થી અનાજ લઈ ફેક્ટરીઓમાં આપે છે.
આવી જ એક ઘટના પાલનપુર તાલુકાના કાણોદર ગામે આજે નજરમાં આવી અને પત્રકારોના કેમેરામાં કેદ જોવા મળી હતી જેમાં છકડા રીક્ષાઓ દ્વારા અનાજનો જથ્થો એકત્ર કરી પાલનપુર જસલેણી રોડ પર આવેલી ગુરુકૃપા નામની એક ફેક્ટરીમાં અનાજ અપાતું હોવાની ઘટના બની છે.
ત્યારે પુરવઠા તંત્રને આની જાણ કરાતા પુરવઠા તંત્ર એ આની સામે આંખ  મીચી લીધી હોય તેવું જણાઈ આવેલ તો હવે પછી શું જિલ્લા પુરવઠા તંત્ર જો જરૂરિયાત ન હોય તેવા લોકોને અનાજ વેચવા પર પ્રતિબંધ લગાવશે અને આવા ગરીબ લોકોનું અનાજ ઉઘરાવતા અને બારોબાર ઊંચા ભાવે વેચી મારતા માફીઆઓ સામે અને ફેક્ટરીના માલિક સામે સુ પગલાં લેશે ખરા? કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવી પરિસ્થિતિ સર્જાસે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0