ગરવી તાકાત મેહસાણા: આજ રોજ મહેસાણા ના મેવડ ગામ ખાતે કિસાન ભારતી હાઇસ્કૂલ માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા મહેસાણા તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં હાજર રહેલા અતિથિ ભાજપ ગુજરાત પ્રદેશ ના મહામંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા તાલુકા મહામંત્રી અંકુરભાઈ ચોધરી, મહેસાણા તાલુકા પ્રભારી મયંકભાઈ શાહ, મહેસાણા જિલ્લા ના મહામંત્રી શુભમભાઇ શાહ, પ્રદેશ કારોબારી વિશાલભાઈ ગજ્જર, I.T સેલ ટ્વીંકલભાઈ પટેલ, સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા રક્તદાન એ મહાદાન છે યુવકોને પ્રોત્સાહિત કરવા માટે ગરવી તાકાત ના તંત્રી શ્રી પ્રકાશ ચૌધરી એ પણ રક્તદાન કર્યું હતું
તસવીર અને અહેવાલ: અંકુર ભાઈ ચૌધરી