ગરવી તાકાત બનાસકાંઠા : ડીસા તાલુકાના રાજકારણમાં ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો ભાજપના પાયાના કાર્યકર અને રબારી સમાજના યુવા નેતા નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડાએ ભાજપ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો પક્ષના આંતરિક વિખવાદ અને નારાજગીને કારણે નરસિંહભાઈએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું તેમના આ પગલાથી ડીસા ભાજપમાં એક મોટું ગાબડું પડ્યું રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ અને સૂત્રોના જણાવ્યા અનુસાર.

કોંગ્રેસમાં જોડાયા બાદ નરસિંહભાઈ બાઈવાડા નેસડા જિલ્લા પંચાયતની બેઠક પરથી પક્ષના સત્તાવાર ઉમેદવાર બન્યા જો તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે તો રબારી સમાજમાં તેમની મજબૂત પકડ અને લોકસેવક તરીકેની છબીને કારણે ભાજપ માટે આ બેઠક જીતવી પડકારજનક બની શકે નરસિંહભાઈના કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તેમના સમર્થકોમાં આ નિર્ણયને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો.

જ્યારે ભાજપ છાવણીમાં રાજકીય હલચલ તેજ બની. ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નરસિંહભાઈની પકડ મજબૂત માનવામાં આવે એક સક્રિય લોકસેવક તરીકે તેઓ વર્ષોથી જનતાની વચ્ચે રહ્યા તેમની કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતરવાની તૈયારી આગામી દિવસોમાં નેસડા બેઠક પરની સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવશે આ ઘટનાની અસર અન્ય બેઠકો પર પણ જોવા મળી શકે.


