મહેસાણા : કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો આ બેઠક પર 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી આ બેઠક ફેબ્રુઆરીમાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી.

ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ સાથે નંદાસણ, ખેરપુર, નવાપુરા, ઉમાનગર, ચાંદરડા, ગણેશપુરા, રાજપુર, ઈરાણા અને બુડાસણ ગામોમાં પ્રચાર કર્યો.

કોંગ્રેસ તરફથી કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઉમેદવાર રમેશ ચાવડાએ નરસિંહપુરા, થડોદ, કાસવા, વિસતપુરા, મહારાજપુરા, ખંડ મોરવા, સેદરાણા અને થોડમલપુરા ગામોમાં પ્રચાર અભિયાન શરૂ કર્યું. આમ આદમી પાર્ટીએ પણ પોતાનું પ્રચાર અભિયાન શરૂ કરી દીધું ત્રણેય પક્ષો ગામેગામ જઈને મતદારો સાથે સંપર્ક સાધી રહ્યા છે.



