ગરવી તાકાત અરવલ્લી : ભિલોડા પોલીસે ટાકાટુકા ગામની સીમમાંથી ગાંજાના છોડ ઝડપી પાડ્યા ડ્રોનનો ઉપયોગ કરીને કરાયેલી રેડમાં એરંડાના ખેતરમાંથી 23 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી એફ.એસ.એલ. અધિકારીઓએ પ્રાથમિક પરીક્ષણમાં આ વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો હોવાનું પુષ્ટિ કરી ઝડપાયેલા 23 ગાંજાના છોડનું વજન 9.700 કિલોગ્રામ જેની બજાર કિંમત આશરે 4.85 લાખ રૂપિયા આંકવામાં આવી.

આ ખેતરનો ભોગવટો રાખનાર સંજયકુમાર તેજુભાઈ ગમાર (ઉં.વ. 25, રહે. ટાકાટુકા, તા. ભિલોડા, મૂળ રહે. સેબલિયા, તા. પોશીના, જિ. સાબરકાંઠા) વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સિસ એક્ટ 1985ની કલમ 20(2)(B) અને 8(C) હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

ભિલોડા પી.આઈ. એ.બી. ચૌધરીએ જણાવ્યું કે શનિવારે રજા હોવાથી ખેતર માલિકનું નામ સ્પષ્ટ થઈ શક્યું જિલ્લા ડીવાયએસપીએ જણાવ્યું કે ટાકાટુકામાં ખેતરમાંથી એરંડાની આડમાં ગાંજાના છોડ ઝડપાયા અંગેની વિગતો સામે આવતા કસૂરવાર સામે એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરાશે.


