નંદાસણ ખાતે ભાગ્યોદય મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ દ્ધારા નિ:શુલ્ક હ્રદયરોગ નિદાન કેમ્પ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— રોટરી કાડીયોલોજી(કેથલેબ) વિભાગ સંજીવની સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલ દ્ધારા આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું :

ગરવી તાકાત મહેસાણા : કડી માં આવેલ ભાગ્યોદય હોસ્પીટલ દ્ધારા અનેક નાના- મોટા ફ્રી નિદાન કેમ્પ યોજાતા હોય છે. જેમાં કડી શહેર અને આજુ બાજુ ના ગામડા ના લોકો મોટી સંખ્યામાં જોડાઈ ને આ ફ્રી નિદાન કેમ્પ નો લાભ લેતા હોય છે. ભાગ્યોદય હોસ્પીટલ એ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.અને દર્દીઓ ને ઝડપ થી સારવાર અને સુવિધા મળી રહે તેમાટે હમેશાં ભાગ્યોદય હોસ્પીટલ ના સ્ટાફ ના લોકો કાર્યરત રહેતા હોય છે અને દર્દીઓ ને સારવાર આપી ને તેને સાર સંભાળ રાખી ને તે દર્દી ને યોગ્ય સારવાર કરવામાં આવતી હોય છે.
કડી તાલુકા ના નંદાસણ કમ્યુનિટી હેલ્થ સેન્ટર (સરકારી હોસ્પિટલ) ખાતે ભાગ્યોદય મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ રોટરી કાડીયોલોજી (કેથલેબ) વિભાગ સંજીવની સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલ દ્ધારા સંચાલિત નિ:શુલ્ક હ્રદયરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. નંદાસણ તાલુકાના 189 લોકો એ આ ફ્રી નિદાન કેમ્પ નો લાભ લીધો હતો. જેમાં દર્દીઓ ને ECG,RBS જેવા ડોકટર દ્રારા યોગ્ય ચેકઅપ કરી ને જેતે દર્દી ને યોગ્ય સમજણ આપવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં ડોકટર અને નર્સિંગ સ્ટાફ ના દર્દીઓ ને ચેકઅપ તથા જરૂરી દવાઓ માટે સમજણ આપવામાં આવી હતી.
ભાગ્યોદય હોસ્પીટલ ખાતે BRS કાડીયોલોજી ડિપાર્ટમેન્ટ (ભાગ્યોદય રોટરી સંજીવની કેથલેબ વિભાગ) દ્ધારા ગુજરાત સરકાર ની માં કાર્ડ યોજના તથા આયુષ્માન ભારત કાર્ડ ધારકો ને હ્રદયરોગ ને લગતી તમામ બીમારી ની સારવાર નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.
રોટરી કાડીયોલોજી(કેથલેબ) વિભાગ સંજીવની સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલ દ્ધારા સંચાલિત ની:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં સંજીવની હોસ્પીટલ ના ડોકટર વિનયભાઇ ભૂમિયા ના માર્ગદર્શન હેઠળ કાર્ડિયોલોજિસ્ટ ડોકટર અમન ચતુર્વેદી (અમદાવાદ ના નિષ્ણાંત ડોકટર) દ્ધારા 189 લોકો ની ચેકઅપ કરવામાં આવ્યું હતું. હોસ્પીટલ ના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ(રાજા ઇન્ડસ્ટ્રીઝ), હસમુખભાઈ પટેલ, દીપેન વર્મા, મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરો કરો અને નંદાસણ અને આજુ બાજુ ના ગામડા નો લોકો મોટી સંખ્યામાં જોડાઈ ને આ ફ્રી નિદાન કેમ્પ નો લાભ લીધો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.