ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ AAPને ફરી એક મોટો ઝટકો, ડો.મિતાલીબેન વસાવડા BJP માં જોડાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

ડો.મિતાલીબેન વસાવડાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, મહિલા મોરચાના ઉપપ્રમુખ ડો.શ્રદ્ધાબેન રાજપુત, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઇ ગજ્જર, સહ પ્રવકતા ડો. રૂત્વીજભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ આપના ગુજરાતી સિંગર વિજય સુવાળા અને સૌરાષ્ટ્રના ઉધોગપતિ મહેશ સવાણીના રાજીનામા બાદ એક પછી એક નેતાઓનું રાજીનામું પડી રહ્યું છે અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે પણ ડો.મિતાલીબેન વસાવડા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડો.મિતાલીબેન વસાવડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. અગાઉ તેઓ આમ આદમી પાર્ટીના સભ્ય હતા અને આપ પાર્ટીમાં મહિલા અને આરોગ્યલક્ષી સેવા કાર્ય કરવાની ઇચ્છા હતી. 

પરંતુ આમ આદમી પાર્ટીમાં કોઇ પણ તક ન મળતા, તેમજ થોડા દિવસો અગાઉ પ્રદેશ કાર્યાલય કમલમ પર આપ પાર્ટીના કાર્યકરો દ્વારા જે હીન કૃત્ય કરવામાં આવ્યુ હતું અને બીજેપીની મહિલા કાર્યકર્તા સાથે ગેરવર્તન થતા તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેકો એનેક મહિલાલક્ષી અને ચિકીત્સાલક્ષીની કામગીરી જોઇ આજે ભાજપ ડોક્ટરર સેલમાં જોડાયા છે.

ડો.મિતાલીબેન વસાવડાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, મહિલા મોરચાના ઉપપ્રમુખ ડો.શ્રદ્ધાબેન રાજપુત, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઇ ગજ્જર, સહ પ્રવકતા ડો. રૂત્વીજભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.