ગરવી તાકાત અરવલ્લી : મેઘરજ મેઘરજના કુંભેરા પાસેથી એલસીબીએ ખાનગી માહિતીના આધારે બે આરોપીઓને રૂ.14,400ના કેબલ અને કોપર વાયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા પોલીસે એક સપ્તાહ અગાઉ મેઘરજના ઊંડવા ગામ અને રામગઢી ભૂતિયામાં ખેતરમાં આવેલા બોરકૂવા પર થયેલી કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો મેઘરજ વિસ્તારમાં એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં.

દરમિયાન મોડાસા રોડ ઉપર જતાં ખાનગી માહિતી મળી એક સપ્તાહ અગાઉ મેઘરજના ઊંડવામાં ખેતરમાંથી કેબલ ચોરી થઈ અને આ કેબલનો જથ્થો વેચવા બે શખ્સો બાઇક નં. જીજે 31 ક્યૂ 2736 લઈ મોડાસા વેચવા જઈ રહ્યા હોવાનું અને આ શખ્સો મોડાસા રોડ ઉપર કુંભેરા પાસે રોડ ઉપર ઉભા હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ કરતાં બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો.

એલસીબીએ ઝડપી પૂછપરછ કરતાં તેમણે એક સપ્તાહ અગાઉ મેઘરજના ઊંડવા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી અને તાલુકાના રામગઢી ભૂતિયા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી કેબલ વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી જગદીશ રમેશભાઈ કટારા રહે. ભેમાપુર માંડલી તા.મેઘરજ ગજેન્દ્ર ઉર્ફે ગજ્જુ મોહનભાઈ ડામોર રહે. સરથુણા માલફલા તા.સીમલવાડા જિ.ડુંગરપુર.


