ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા રેન્જ પોલીસને ગુનાખોરી નિયંત્રણના ભાગરૂપે એક મોટી સફળતા મળી પોલીસે છેલ્લા 20 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના પુણે શહેરમાંમાંથી ઝડપી પાડ્યો પકડાયેલો આ આરોપી ધાનેરા પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી કલમ 70 હેઠળ ઇસ્યુ થયેલા કોર્ટ વોરંટના કામે છેલ્લા બે દાયકાથી પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો.

બનાસકાંઠા રેન્જ પોલીસની ખાસ ટીમ જ્યારે નાસતા ફરતા ગુનેગારોની સઘન તપાસ અને અટકાયત માટે મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસે તે દરમિયાન પોલીસના સ્ટાફને આ આરોપી અંગે એક અત્યંત ગુપ્ત અને ચોક્કસ માહિતી મળી આ મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક આયોજનબદ્ધ રીતે દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી.

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીની ઓળખ મશરા પુરોહિત તરીકે થઈ જે મૂળ રાજસ્થાનનો વતની તે છેલ્લા 20 વર્ષથી પોલીસની પકડથી બચવા માટે મહારાષ્ટ્રમાં પોતાનું નામ અને ઓળખ બદલીને છુપાઈને રહેતો ચોક્કસ લોકેશન મળતા જ બનાસકાંઠા રેન્જ પોલીસે પુણે ખાતેથી મશરા પુરોહિતને દબોચી લીધો અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


