બનાસકાંઠા LCBએ એરોમા સર્કલ પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

January 28, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા એલસીબીએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના એરોમા સર્કલ પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં કુલ ₹18,16,082/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર, બોલેરો પીકઅપ પર બનાવેલા દૂધ ટેન્કર (નંબર: GJ08AU2460) માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1787 બોટલો મળી આવી આ દારૂની કિંમત ₹8,05,582/- આંકવામાં આવી.

વાહન સહિત કુલ ₹18,16,082/- નો મુદ્દામાલ જપ્ત કરાયો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા કડક સૂચનાઓ આપી આ સૂચનાઓના આધારે એલ.સી.બી. દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈ અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો.

તે દરમિયાન મળેલી બાતમીના આધારે એરોમા સર્કલ ખાતેથી આરોપી હુરતાભાઈ ઉર્ફે સુરતાભાઈ પીરાજી ભીખાજી રબારી (ઉં.વ. 28, ધંધો- ડ્રાઈવિંગ, રહે. જુનીરોહ, તા. અમીરગઢ, જિ. બનાસકાંઠા) ને ઝડપી પાડવામાં આવ્યો પકડાયેલા આરોપી તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0