ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પાટણના ખેરાલું પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને દાંતીવાડા વાઘરોલ ચોકડી પાસેથી ઝડપી પાડયો. એલસીબી પોલીસે દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી.
પાટણ જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં 1 વર્ષથી નાસતા-ફરતા આરોપીને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડયો. એલસીબી પોલીસ સ્ટાફ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલી બાતમી હકીકત આધારે વાઘરોલ ચાર રસ્તા પાસે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજુજી ઠાકોર ઉંમર 39 સિદ્ધપુર વાળાને સી આર પી સી કલમ મુજબ પકડી પાડી દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.