ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCB પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના આલવાડા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી પોલીસે ટોયોટા કોરોલા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 2154 બોટલ/ટીન જપ્ત કર્યા જેની કિંમત ₹5,16,761/- ગાડી સહિત કુલ ₹7,36,761/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી આ સૂચનાના આધારે, એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.
![]()
પોલીસે DL12C4239 નંબરની ટોયોટા કોરોલા ગાડીમાંથી દારૂ સાથે આરોપી સુનીલ રામવિલાસ શ્યોકરણ નાઈ (રહે. બજીના, તોશમ, ભિવાની, હરિયાણા) ને પકડી પાડ્યો પકડાયેલા આરોપી, નાસી છૂટેલા આરોપીઓ, દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


