બહુચરાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ યાત્રાના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરે ‘સેવા અને સુશાસન’ની કરાશે ઉજવણી

September 15, 2026

ગરવી તાકાત ઃ 15-9-2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જીવનમાં સફળ નેતૃત્વની ૨૫ વર્ષની યાત્રા પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે દેશભરમાં ‘સેવા અને સુશાસન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે બહુચરાજી શહેર ભાજપ સંગઠન દ્વારા આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ ભવ્ય કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીના ભાગરૂપે બહુચરાજી ખાતે દીપ પ્રાગટ્ય, વિશેષ પૂજા-આરતી તેમજ દીપોત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત સૌ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે સામૂહિક પ્રાર્થના કરશે.

આ કાર્યક્રમો અંગે માહિતી આપતાં બહુચરાજી શહેર ભાજપ પ્રમુખ દેવાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષના સેવા સમર્પિત કાર્યકાળને દેશભરમાં ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે. બહુચરાજીમાં પણ આ ઐતિહાસિક પળને વધાવવા શહેર તેમજ તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો અને સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સૌ સાથે મળીને દીપોત્સવ અને પૂજા-અર્ચના થકી દેશના વિકાસના પ્રણેતા એવા વડાપ્રધાનના નિરામય અને દીર્ઘ આયુષ્ય માટે મંગલકામનાઓ પાઠવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0