ગરવી તાકાત મહેસાણા : બહુચરાજીમાં વિરમગામ હાઇવે પર આવેલા રાધિકા ગેસ્ટ હાઉસમાંથી જુગારધામ પકડાયું સ્થાનિક પોલીસે મુખ્ય સૂત્રધાર ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર સહિત 6 શખ્સોને રૂ.80,550ની રોકડ રકમ સાથે ઝડપી લીધા. બહુચરાજીમાં વિરમગામ હાઇવે પર રાધિકા ગેસ્ટ હાઉસમાં રૂમ નં.311માં ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર રાવળ પીન્ટુ પ્રવિણભાઇ.

બહારથી માણસો બોલાવી મોટાપાયે જુગાર રમાડતો હોવાની બાતમી પીઆઇ પી.એલ.વાઘેલાને મળી ટીમે રેડ કરી ગેસ્ટ હાઉસના રૂમમાંથી જુગાર રમતાં 6 શખ્સોને રંગેહાથ પકડી લીધા તેમની પાસેથી મળી આવેલ રોકડ રૂ.64,710 અને દાવમાંથી મળેલ રોકડ રૂ.15,840 મળી કુલ રૂ.80,550ની રકમ કબજે લઈ.
![]()
પીન્ટુ પ્રવિણભાઇ રાવળ, નાયકપુરના ધીરૂ હાથીભાઈ ભરવાડ, સીતાપુરના મુકેશ રઘુભાઇ ભરવાડ, મોઢેરાના અનિલ ખોડાભાઈ સુથાર, સીતાપુરના ધર્મેન્દ્ર પ્રહલાદભાઇ પ્રજાપતિ અને ભાવેશ પટેલ સહિત 6 શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


