આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાજ્યમાં 50 લાખ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણનો શુભારંભ કરાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો :

— રાજ્યમાં સૌથી વધુ કાર્ડ નીકાળવામાં મહેસાણા જિલ્લાની કામગીરી અગ્રેસર :

ગરવી તાકાત મહેસાણા : વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રાજ્યમાં 50 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણનો શુભારંભ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ કરાવ્યો હતો. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. મહેસાણા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદષ્ટીને પગલે આજે આરોગ્યલક્ષી સેવાઓ નાગરિકોને વિનામૂલ્યે મળતી થઇ છે.

તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ ખેડુતોની વિશેષ ચિંતા કરી છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત મહેસાણા જિલ્લાના 2.81 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં 56 કરોડ 20 લાખ રકમ 12 મા હપ્તા પેટે આજે જમા થઇ છે. પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે સમગ્ર રાજ્યમાં 50 લાખ જેટલા આયુષ્યમાન કાર્ડની વિતરણ થનાર છે,જે રાજ્યની સૌથી મોટી ઉપલ્બધિ છે. તેમણે ઉમેર્યું હતું

કે આ યોજનાથી વાર્ષિક રૂપિયા 05 લાખ સુધીની 2711 જેટલી નિયત કરેલ પ્રોસીજર માટે સારવાર આપવામાં આવે છે,જેમાં મહેસાણા જિલ્લામાં 81 પબ્લિક અને 21 સરકારી મળી 102 હોસ્પિટલોમાં આ સેવોના લાભ મળી રહ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારે જણાવ્યું હતુ કે મહેસાણા જિલ્લો કાર્ડ નીકાળવામાં અગ્રેસર રહ્યો છે,જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 4,71,335 કાર્ડ આપવામાં આવેલ છે.તેમણે ઉમેર્યું હતું કે જિલ્લામાં

આયુષ્યમાન ભારત યોજનામાં 1,97,642 લાભાર્થીઓને રૂપિયા 343 કરોડની આરોગ્યલક્ષી સહાય આપી નવજીવન બક્ષવામાં આવેલ છે મહેસાણા જિલ્લાના કાર્યક્રમમાં મીઠાના લાભાર્થી પટેલ જ્યંતીભાઇ અને લિંચના લાભાર્થી દરજી ભરતભાઇએ કાર્ડ થકી મળેલ સેવાઓની વિગતોની સાફલ્ય ગાથા રજૂ કરી હતી.આ ઉપરાંત લાભાર્થીઓને સ્ટેજ પરથી કાર્ડની વિતરણ કરાયું હતું. જિલ્લામાં વિવિધ ગામોના સરપંચ અને તલાટીશ્રીઓને સ્ટેજ પરથી ગામ બ્લોક વાઇઝ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રીશ્રીએ વર્ચુઅલ કાર્યક્રમમાં જોડાઇ નાગરિકોને સંબોધિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્યલક્ષી યોજનાના કાર્ડ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું,

આ પ્રસંગે સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,અગ્રણી જશુભાઇ પટેલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાલાલ પટેલ,નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન પટેલ,અગ્રણી ડો જે.એફ.ચૌધરી,ભગાજી ઠાકોર, કારોબારી સમિતિના ચેરમેન હરીભાઇ પટેલ,આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઇ,શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ,તાલુકા પંચાયત પ્રમુખ ભોગીભાઇ સહિત અગ્રણીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.