અતુલ ચોકસેએ નડાબેટ થી પંજાબ 1300 કી.મી.દોડનો કર્યો પ્રારંભ : વર્લ્ડ રેકોર્ડ

શેર કરવા અહીં ક્લિક કરો.

અંધશ્રધ્ધા અને રૂઢિવાદી વિચારસરણીમાં બદલાવ આવે તેવી જનજાગૃતિના ઉદ્દેશ સાથે દૌડ નો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા મેરેથોન રનર અતુલકુમાર ચોકસે દ્વારા સુઇગામના નડાબેટ ખાતેથી  પંજાબ (ભટીન્ડા) 1300 કી. મી.સુધીના રણ માં દોડનો વલ્ડરેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે 31 ડિસેમ્બરથી પ્રારંભ કર્યો છે. નાગપુર મહારાષ્ટ્ના વતની અતુલકુમાર ચોકસે અત્યાર સુધી 35 ઇન્ટરનેશનલ એવોર્ડ અને 70 રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચુક્યા છે. પોતે નાગપુરમાં કોમ્પ્યુટર કલાસ ચલાવે છે. પોતાની પત્નીએ રૂઢિવાદી માનસિકતાને લીધે આત્મહત્યા કર્યા બાદ,તેઓએ માનસિક હતાશા (ડિપ્રેશન) નો ભોગ બની વ્યસનો અને આત્મહત્યાના વિચારો કરતાં લોકોને કાઉન્સેલિંગ કરી તેમનામાં જનજાગૃતિ ફેલાય અને જીવનનો રાહ ચીંધી તેમની અમૂલ્ય જિંદગીનું મહત્વ સમજાવવાના ઉદ્દેશો સાથે તેઓએ આ અભિયાન આદર્યું હોવાનું જણાવ્યું હતું. કચ્છના રણ નડાબેટ થી પંજાબના ભટીન્ડા સુધી લગભગ 1300 કી.મી.સુધી ACROSS THE THAR DESERT ON FOOT ના વિઝન સાથે તેમણે નડાબેટ થી 31 ડિસેમ્બરે 120 કી.ગ્રા વજનની બે પૈડાની ટ્રોલી સાથે દોડ આદરી છે. જે 26 જાન્યુઆરી એ 27 દિવસે પૂર્ણ થશે. તેઓ આની સાથે ફકીર કી દુનિયા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી રહ્યા છે. નડાબેટ થી વચ્ચે આવતા ગામોના લોકોના જીવન રહેણીકરણી નો પણ અભ્યાસ કરી રહ્યા છે,તેઓ લોકોની અંધશ્રદ્ધા દૂર કરવા માટે વચ્ચે આવતા ભૂતિયા જગ્યાઓ પર પણ રિસર્ચ કરશે, પ્રવાસ દરમ્યાન સાથે રાખેલ ટ્રોલીમાં સોલાર પેનલ,બેટરી,સ્લીપિંગ બેગ,ટેન્ટ,ખાવા પીવાનો સામાન,મેડિકલ ની દવાઓ સહિતનો લગભગ 120 કીલો વજન સાથે વલ્ડરેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. તેમનું અભિયાનની નોંધ વલ્ડરેકોર્ડ,એશિયા બુક ઓફ રેકોર્ડ,ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ,અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ લઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સિદ્ધિઓની ભારત સરકાર દ્વારા હજુ નોંધ લેવાઈ નથી.તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ સરકારે કોઈ મદદ કરી નથી.તેમણે ગુજરાત અને રાજસ્થાન ટુરિઝમ પાસે પણ મદદ માંગી હોવાનું જણાવ્યું હતું.

અતુલ ચોકસેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ.

  •  2018માં સહારા (ઉતરઆફ્રિકા)ના રણમાં 257 કી. મી ની આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગ લીધો હતો
  • હિમાલય નુંગરાવેલી (સીયાચીન)થી લેહ લદાહ 20 હજાર ફૂટની ઊંચાઈએ 114 કી. મી રેસમાં ભાગ લીધો હતો
  • ગુજરાત ધોળાવીરા ના રણમાં 161 કી. મી નોનસ્ટોપ દોડમાં ભાગ લઈ 40 લોકોમાં 7 મો રેન્ક.
  • બેંગ્લોરના જંગલોમાં 100 કી. મી દોડ
  • નાગપુર (મહારાષ્ટ્ર) થી પછમડી (મધ્યપ્રદેશ)330 કી. મી.દોડ શિક્ષણ અભિયાન ચલાવ્યું (પઢેગા ઇન્ડિયા બઢેગા ઇન્ડિયા)
  • નગપુરથી અમરાવતી 104 કી. મી. વૃક્ષારોપણ માટે
  • ઇન્દોર મધ્યપ્રદેશ માં તિરંગા સ્ટેડિયમ રન સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી સતત
  • 26 જાન્યુઆરી 2019 રાતના 8 થી સવારે 8 વાગ્યા સુધી C.M હાઉસ નજીક નાગપુર રોડ પર દોડ
શેર કરવા અહીં ક્લિક કરો.