ગુજરાતમાં ATS અને GST વિભાગે 150 સ્થળો પર દરોડા પાડ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત અમદાવાદ :  ગુજરાતમાં ATS અને GST વિભાગે મોટી કાર્યવાહી કરતા સમગ્ર રાજ્યમાં 150 સ્થળો પર દરોડા પાડ્યા પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં દરોડા ચાલું. એજન્સીઓએ આ દરોડા નકલી બિલોના નામે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં પાડ્યા છે. થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ અંદાજે 500 કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

તે સમયે 21 લોકોની ધરપકડ કરવામાં આવી. 1 દિવસ પહેલા જ આવકવેરા વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે રાજકોટ, ભુજ અને ગાંધીધામમાં અનેક મોટા ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડ્યા હતા. આઇટી વિભાગના આ દરોડા રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ બ્રોકર્સના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર પડ્યા હતા. ગુજરાતમાં સરકારી એજન્સીઓના આ દરોડા એવા સમયે પડી રહ્યા છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જો કે, આ દરોડાની કાર્યવાહીમાં કેટલી રકમ વસૂલ કરવામાં આવી હતી અથવા કેટલી કરચોરી પકડાઈ હતી તે જાહેર કરવામાં આવ્યું નથી. વિધાનસભાની ચૂંટણીમાં મોટા પાયે કાળા નાણાનો ઉપયોગ થવાની સંભાવના છે.

ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાનો ઉપયોગ થવાની શક્યતાને રોકવા માટે ચૂંટણી પહેલા આવા દરોડા પાડવામાં આવતા હોવાની અટકળો ચાલી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. તેના પરિણામો હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોની સાથે 8 ડિસેમ્બરે જાહેર થવાના છે. ગુજરાતની સત્તા પર છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. આ વખતે તેઓ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના પડકારનો સામનો કરી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.