— કડી પોલીસે ગણતરીના કલાકોમાં જ 7,18,004 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો :
ગરવી તાકાત મહેસાણા : કડી માં બુડાસણ ખાતે થોડાં દિવસ અગાઉ એક એક્સિડન્ટ ની ઘટના બની હતી જેના કારણે ત્યાં પડી રહેલ આઇવા ટ્રક લેવા માટે રાજસ્થાનના વેપારી પોતાનું આઇવા ટ્રક લેવા માટે બુડાસણ દરગાહ ની બાજુમાં આવેલ ઓટલા ઉપર ટ્રકનો ડ્રાઈવર તેમજ ટ્રકના માલિક અને તેના મિત્રો ત્યાં બેઠા હતા તે દરમ્યાન એક્ટિવા લઇને બે ઈસમો ત્યાં આવ્યા હતા અને દરગાહની પાછળ ત્રણેય વ્યક્તિઓ ને ભેગા મળી ને માર માર્યો હતો. બાદમાં સેન્ટ્રો ગાડીમાં તે વેપારીઓ ને બેસાડી લઇને બે ઈસમો ત્યાં આવ્યા હતા. અને રાજસ્થાનના વેપારીઓ ને કડી તરફ લઈ જઈને છરીની અણીએ એ.ટી.એમ તેમજ કોરા ચેક રોકડ રકમ અને અલગ અલગ ખાતામાં રૂપિયામાં ટ્રાન્સફર કરાવી લીધા બાદમાં છત્રાલ તરફ લઈ જઈને રાજસ્થાનનાં વેપારી સહિત ત્રણ જણાને છોડી મૂક્યા હતા.બાદમાં રાજસ્થાન ના વેપારી 7,18,004 લાખ રૂપિયા ની લૂંટ થઈ હોવાની ફરીયાદ કડી પોલીસ સ્ટેશન ખાતે 4 ઈસમો સામે નોંધાવવામાં આવી હતી. કડી પોલીસ 4 ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ નો દોર શરૂ કરી અલગ અલગ ટીમો બનાવી ઈસમો ને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતા.
કડી પોલીસ ની સરાહનીય કામગીરી જોવા મળી હતી.પોલીસ સ્ટેશન ના કર્મચારીએ ગણતરી ના દિવસમાં 4 ઈસમો ને ઝડપી પાડી ને લૂંટ નો ભેદ ઉકેલી નાખ્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ની સુચનાથી કડી પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી.આઇ,પી.એસ.આઇ એસ.બી. ધાસુરાના માર્ગદર્શન હેઠળ કડી પોલિસ સ્ટેશન ના ડી. સ્ટાફ ના પી.એસ.આઇ અજિતભાઈ ચૌધરી તેમજ વનવીરસિંહ , મુકેશગીરી, રણછોડભાઈ જેવા પોલીસ સ્ટાફ ના માણસો અલગ અલગ દિશામાં તેમજ ટેકનિકલ સવેલન્સ તપાસ કરી રહ્યા હતા. જે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો છત્રાલ તરફ જતા હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે બુડાસણ ખાતે થયેલ લૂંટના ઇસમો નંદાસણ થઇને મહેસાણા તરફ જઇ રહ્યા હતા.જે હકીકતના આધારે નંદાસણ ના હાઇવે ઉપરથી લૂંટ કરીને ફરાર ઈસમોને ઝડપી પાડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઈસમો કડી થી છત્રાલ તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે ત્યાં વોચ ગોઠવી ને ઠાકોર કિશન ઉર્ફે બચ્ચો રહે બુડાસણ, શેખ અલીફમિયા રહે.બુડાસણ, શેખ યાસીન ઉર્ફે ટિટો રહે કડી તેઓને ઝડપી પાડી કડી પોલિસ આ ઈસમો પાસેથી ગુન્હા માં વપરાયેલ સેન્ટ્રો ગાડી, એક્ટિવા, એટીએમ કાર્ડ,અને કોરા ચેક હથિયાર જેવી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. અને કડી પોલિસ સ્ટેશન દ્ઘારા ચારેય ઇસમો નો કોરોના ટેસ્ટ કરાવી ને ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કડી પોલીસે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી