ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને સક્રિય કાર્યકર અશ્વિન પટેલે બાલિસણા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી તેમણે જિલ્લા સંગઠનની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી, 2017થી પક્ષમાં સરમુખત્યારશાહી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી આંતરિક ખેંચતાણ ચાલી રહી અને નેતાગીરીની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા આ અસંતોષને કારણે તેમણે આ નિર્ણય લીધો.

ચૂંટણી લડવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા અશ્વિન પટેલે કહ્યું તેમણે આ વખતે પક્ષ પાસે ટિકિટની માંગણી કરી ન તેમના મતે, જિલ્લામાં ટિકિટ કોને, ક્યારે અને કઈ રીતે આપવી તે સંગઠન દ્વારા પૂર્વઆયોજિત હોય ટિકિટ માંગી તો બિનજરૂરી પ્રશ્નો ઊભા થાત, તેથી તેમણે સીધો જ અપક્ષ લડવાનો નિર્ણય લીધો. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ કોંગ્રેસ પક્ષની વિચારધારા સામે નથી,

પરંતુ માત્ર જિલ્લા સંગઠનના વહીવટ સામે અશ્વિન પટેલ છેલ્લા 15 દિવસથી પોતાના મત વિસ્તારના અંદાજે 15 જેટલા ગામોમાં લોકસંપર્ક કરી રહ્યા અગાઉ બાલિસણામાં સભ્ય, ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચ તરીકે કામ કરી ચૂકેલા હોવાથી તેઓ સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે લાંબા સમયથી જનતા વચ્ચે રહીને કરેલા કામોને આધારે તેઓ આ વખતે અપક્ષ તરીકે જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા.


